Home /News /bhavnagar /ભાવનગર: ભાજપના ઉમેદવાર જાહેરમાં રૂપિયા ઉડાડતા હોય તેવો વીડિયો વાયરલ

ભાવનગર: ભાજપના ઉમેદવાર જાહેરમાં રૂપિયા ઉડાડતા હોય તેવો વીડિયો વાયરલ

ભાજપ ઉમેદવાર શંભુનાથ ટુંડીયાનો વીડિયો વાયરલ થયો છે

Gujarat assembly election 2022: વલ્લભીપુર ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં રુપિયા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર શંભુનાથ ટુંડીયાનો વીડિયો વાયરલ

    વલ્લભીપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પૂર બહારમાં પ્રચાચ ચાલી રહ્યો છે, ત્યારે રાજનેતાઓના ઉગ્ર નિવેદનો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે. આવામાં ભાજપ ઉમેદવારનો એક વીડિયો વાયરલ થયો છે. તેમનો જાહેરમાં રુપિયા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર શંભુનાથ ટુંડીયાનો વીડિયો વાયરલ થયો છે. તેમનો જલાલપુર ગામે પ્રચાર દરમિયાન બાળાઓને રુપિયા આપતો વીડિયો વાયરલ થયો છે. ભાજપના શહેર પ્રમુખ ઢોલી પર રૂપિયા ઉડાડતા જોવા મળ્યા છે. આમ, જાહેરમાં આચાસંહિતાના લીરે લીરા ઉડાડતા જોવા મળ્યા છે.

    શંભુનાથ ટુનડીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    વલ્લભીપુર ભાજપના 106 વિધાનસભા બેઠકના ઉમેદવાર શંભુનાથ ટુનડીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલ્લભીપુર તાલુકાના જલાલપુર ગામે પ્રચાર દરમિયાન બાળાઓને રૂપિયા આપતો વીડિયો સામે આવ્યો છે. ઉમેદવારની ઉપસ્થિતિમાં ભાજપના શહેર પ્રમુખ ઢોલી પર રૂપિયા ઉડાડતા જોવા મળ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ એક બાજુ ચર્ચા જાગી છે, જ્યારે બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ જાહેરમાં આચાસંહિતાના લીરે લીરા ઉડાડતા જોવા મળ્યા છે.


    આ પણ વાંચો: ગાંધીનગરમાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન શરુ

    લવિંગજી ઠાકોરનો વીડિયો પણ વાયરલ

    બીજી બાજુ, રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે ગયેલા લવિંગજીના વીડિયોમાં રૂપિયા આપતા જોવા મળ્યા હતા. લવિંગજી આચારસંહિતાનો ભંગ કરતા નજરે ચડ્યા હતા. ભાજપ નેતા લવિંગજી ઠાકોરે ખુદ પોતાના ફેસબુક પર વીડિયો અપલોડ કર્યો છે. પ્રચારમાં ગયેલા લવિંગજીનો સ્વાગત કરવા આવેલી દીકરીને 500 રૂપિયા આપતા જોવા મળી રહ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Candidate, Gujarat Assembly Election 2022, Latest viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन