Home /News /bhavnagar /ભાવનગર: સ્થાનિક લોકોમાં ભારે રોષ, વિશાળ રેલી યોજી મતદાન ન કરવા નિર્ણય

ભાવનગર: સ્થાનિક લોકોમાં ભારે રોષ, વિશાળ રેલી યોજી મતદાન ન કરવા નિર્ણય

સ્થાનિક લોકોએ વિશાળ રેલી યોજીને મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે.

Gujarat assembly election 2022: ભાવનગરમાં માંગણીઓ અંગે રજૂ કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે ગામ લોકો દ્વારા વિશાળ સંખ્યામાં એકઠા થઈ રેલી યોજી અને ચૂંટણી બહિષ્કારની ચમકી ઉચ્ચારી

નીતિન ગોહિલ, ભાવનગર: ભાવનગર નજીકના શામપરા (સીદસર) ગામે છેલ્લા ઘણા સમયથી લોકો સ્થાનિક લોકો દ્વારા તેમની માંગણીઓ તંત્રને રજૂ કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે ગામ લોકો દ્વારા વિશાળ સંખ્યામાં એકઠા થઈ રેલી યોજી અને ચૂંટણી બહિષ્કારની ચમકી ઉચાવી હતી.

ગામ લોકો લડી લેવાના મૂડમાં

ભાવનગર નજીક આવેલા શામપરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક લોકોએ વિશાળ રેલી યોજીને મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. ગામની આદર્શ નિવાસી શાળામાં ગામના બાળકોને 10 ટકા અનામત આપવા, રમત-ગમતના મેદાન માટે જમીનની ફાળવણી અને શાળાઓના બાજુમાં રહેલા રસ્તાઓ વ્યવસ્થિત કરવા સહિતની માંગણીઓને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગામના લોકોનો આક્ષેપ છે કે, આ માગણીઓને લઈને તેઓ ઘણા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, તેમ છતાં પણ તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, ત્યારે ગામ લોકો પણ લડી લેવાના મૂડમાં છે. તેમણે વિશાળ રેલી યોજી, સુત્રોચ્ચાર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં આવેલા આ ગામલોકો ગુજરાત ચૂંટણીમાં નથી આપી શકતા મતદાન, કારણ છે રસપ્રદ

આ છે સ્થાનિક લોકોની માગણીઓ

હાલ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક ઉમેદવારો તેમના મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સામે મતદારો પણ ચૂંટણી સમયે જ તંત્ર અને રાજકીય નેતાના નાક દબવી તેમની માંગો સ્વીકારે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. જોકે, છેલ્લા 16 વર્ષથી તેમની વિવિધ માંગણીઓને લઈને ભાવનગર નજીકના શ્યામપરા ગામના શામપરા ગામના લોકો રજૂઆત કરી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગણી છે કે, તેમના ગામની જમીન સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ ઉભી કરવા માટે આપી છે, પરંતુ આ શાળાઓમાં નામ અન્ય ગામના લગાવવામાં આવ્યા છે. હાલ ગામમાં અનેક યુવાનો આર્મી, પોલીસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની ફિઝિકલ તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમને આ તૈયારી કરવા કોઈ મેદાન નથી. મેદાન માટે જમીન ફાળવવામાં આવે. તેમજ ગામની કેટલીક સ્થાનિક સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆતો કરાઇ છે.

આમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કે તેમના નેતાઓ દ્વારા તેમના પ્રશ્નનો કોઈપણ પ્રકારનું નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યો નથી, જેને લઇને સ્થાનિક લોકોએ હવે તેમની માંગણીઓને લઈને ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે.
First published:

Tags: Bhavnagar news, Gujarat Assembly Election 2022