દેશ બહાર લાલ કાંદ મોકલનાર ખેડુત તેમજ યાર્ડનાં લાયસન્સદાર વેપારીને મળશે.
મહુવા યાર્ડમાં મગફળીની સારી આવક થઇ છે. એક મણ મગફળીનાં 1434 રૂપિયા ભાવ રહ્યાં હતાં. યાર્ડમાં નારિયળની આવક થઇ હતી. મણ નારિયેળનાં 667 રૂપિયા ભાવ રહ્યાં હતાં.
Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લામાં મગફળી, ચણા અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ચણા અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના 1257 રૂપિયાથી લઈને 1434 રૂપિયા સુધીના રહ્યાં હતાં.
માર્કેટિંગ યાર્ડમાં આવેલ અન્ય જણસીના ભાવ
યાર્ડમાં મગફળીની 151 ગુણની આવક થઇ હતી. મણના નીચો ભાવ 1257 રૂપિયા અને ઊંચો ભાવ 1434 રૂપિયા રહ્યો હતો.
લાલ ડુંગળીના 68300 કટ્ટાની આવક થઈ હતી.નીચો ભાવ 20 કિલોના 65 રૂપિયા અને ઉંચો ભાવ 205 રહ્યો હતો.
સફેદ ડુંગળીના 85771 કટા આવક થઈ હતી જેનો નીચો ભાવ મણના 195 રહ્યો હતો.અને ઊંચા ભાવ 512 રૂપિયા રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેળ ના 6005 નંગની આવક થઈ હતી. જેનો 20 કિલોનો નીચા ભાવ 667 રહ્યા હતા અને ઊંચા ભાવ 1451 રૂપિયા રહ્યા હતા.