Home /News /bhavnagar /Bhavnagar: ભાવનગરના અકવાડા લૅક અમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકીને વીજ કરંટ લાગતા મોત

Bhavnagar: ભાવનગરના અકવાડા લૅક અમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકીને વીજ કરંટ લાગતા મોત

હાલમાં મૃતક બાળકીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Bhavnagar Toy train ride Accident: બાળકીના મોત બાદ પરિવારજનોએ ભાવનગર મહાનગરપાલિકા પર મોતનો આરોપ લગાવ્યો છે. જોકે પરિવારના આરોપ બાગ મનપા કમિશનરે એક તપાસ સમિતી રચી તપાસના આદેશ આપી દીધા છે.

ભાવનગરમાં ટોય ટ્રેને એક બાળકીનો જીવ લીધો છે. ભાવનગરના અકવાડા લૅક અમ્યુઝમેન્ટ પાર્કમાં ઘટના બની છે. જ્યાં ટોય ટ્રેન રાઇડમાં વીજ કરંટ લાગતા 8 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીના મોત પહેલાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં બાળકી ટોય ટ્રેન રાઇડમાં બેસેલી નજર આવી રહી છે. જોકે આ વીડિયોના બાદ જ બાળકીને વીજ કરંટ લાગ્યા બાદ તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

અકવાડા લૅક અમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી આ ઘટનામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે 8 વર્ષિય બાળકીના મોત મામલે શિક્ષણમંત્રીએ વિગતો માંગી છે અને જો આ ઘટનામાં કોઇ માનવ ક્ષતિ નજર આવશે તો કસૂરવારો સામે આકરા પગલા પણ ભરવાની પણ સૂચના આપવામાં આવી છે.



બાળકીના મોત બાદ પરિવારજનોએ ભાવનગર મહાનગરપાલિકા પર મોતનો આરોપ લગાવ્યો છે. જોકે પરિવારના આરોપ બાગ મનપા કમિશનરે એક તપાસ સમિતી રચી તપાસના આદેશ આપી દીધા છે. આ દરમિયાન મૃતક બાળકીના પરિવારજનોનું કહેવું છે કે, અકવાડા લૅક અમ્યુઝમેન્ટ પાર્કમાં બેદરકારીના કારણે તેમની માસુમ દીકરીનો જીવ ગયો છે આથી તાત્કાલિક ધોરણે બેદરકારી દાખવનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી તેમને સજા આપવામાં આવે.

આ પણ વાંચો- ભારતની પહેલી નોઝલ કોરોના વેક્સિનને DCGIની મંજૂરી, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જાહેરાત કરી

તમને જણાવી દઇએ કે, હાલમાં મૃતક બાળકીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અકવાડા લૅક અમ્યુઝમેન્ટ પાર્કમાં બેદરકારી થવાના કારણે માસુમનું મોત થયુ હોવાની ચર્ચાએ પણ જોર પકડી છે. સાથે જ મહાનગરપાલિકા પર પણ બેદરકારીનો આરોપ લાગી રહ્યો છે.
First published:

Tags: Bhavnagar accident, Bhavnagar news, Bhavnagar police, ભાવનગર