Home /News /bhavnagar /Bhavnagar: દરરોજ પાંચ કલાકની પ્રેક્ટિસ બાદ મળી સફળતા, આ સ્પર્ધામાં યુવતીને મેડલ

Bhavnagar: દરરોજ પાંચ કલાકની પ્રેક્ટિસ બાદ મળી સફળતા, આ સ્પર્ધામાં યુવતીને મેડલ

આસામ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં 22 ખેલાડીઓએ ભાગ લીધો હતો 

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતીવિધાર્થીની કુ. માનસી જુવાનભાઈ વાળા એ તાજેતર માં ભારત એથલેટિક એસોશિએશન દ્વારા આયોજિત એથલેટીક્સ સ્પર્ધામાં ૨૦ કી.મી. વોક રેસ (જલદ ચાલ) માં ભાગ લીધો હતો.

વધુ જુઓ ...
    Dhruvik gondaliya Bhavngar : મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગરમાં અભ્યાસ કરતી
    વિધાર્થીની માનસી જુવાનભાઈ વાળાએ તાજેતરમાં ભારત એથલેટિક એસોશિએશન દ્વારા આયોજિત એથલેટીક્સ સ્પર્ધામાં 20 કી.મી. વોક રેસ (જલદ ચાલ) માં ભાગ લીધો હતો. ભારતના આસામ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 22 ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર, ભાવનગરની વિધાર્થીની  માનસી વાળાએ સમગ્ર ભારતમાં થર્ડ નંબર મેળવી ભાવનગરનું અને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.


    અત્રે ઉલ્લેખનીય છે કે માનસી વાળા મૂળ ભાવનગર જીલ્લાના કઠવા ગામની વતની છે. સામાન્ય પરિવારમાંથી આવતી માનસી વાળાને નાનપણથી પી.ટી.ઉષાના સંઘર્ષ ભર્યા જીવનનો સામનો કરી સારી એથ્લેટ બની હતી અને “એશીયાઇ ખેલકૂદ રાણી” નો ઈલ્કાબ મેળવનારને આદર્શ માનીને પોતે પણ સારી એથ્લેટ બની શકે તે માટે ધો.12 નો અભ્યાસ પૂર્ણ કર્યાબાદ નંદકુવરબા મહિલા.કોલેજ-દેવરાજનગરમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. માનસી વાળાની ઈચ્છા શક્તિ જોઇને કોલેજ પરિવારે સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એથ્લેટિક કોચ સુનીલ ચૌધરી પાસે ટ્રેનીંગની વ્યવસ્થા કરી હતી. સુનીલ ચૌધરીએ પણ માનસી વાળાની શક્તિ જોઇને તેણે 20  કી.મી. વોક રેસ કરવાની પ્રેરણા આપી હતી.

    માનસી વાળા એ વર્ષ દરમ્યાન દિવસના પાંચ કલાકથી વધુ પ્રેક્ટીસ કરી સમગ્ર ભારતમાં થર્ડ નંબર મેળવ્ય હતો. તાજેતરમાં યુનિ. એથ્લેટિક સ્પર્ધામાં પણ કુ. માનસી વાળાએ નવા રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઇન્ટર યુનિ. માટે પસંદગી પામી હતી. માનસી વાળાની આ સિધ્ધિ બદલ કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन