Home /News /bhavnagar /Bhavnagar: આ હોસ્પિટલમાં ફક્ત 10 રૂપિયામાં મળે છે સારવાર અને દવા
Bhavnagar: આ હોસ્પિટલમાં ફક્ત 10 રૂપિયામાં મળે છે સારવાર અને દવા
નાના ટેસ્ટ કે ખાલી નિદાન માટે પણ 50 થી 100 રૂપિયા ખર્ચવા પડે છે
ભાવનગરમાં પીએનઆર હોસ્પિટલ છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. અહીં માત્ર 10 રૂપિયામાં દર્દી સાજા થઇને ઘરે જાય છે. 10 રૂપિયામાં દવા અને નિદાન કરવામાં આવે છે. મોંઘા ટેસ્ટ પણ અહી 10 રૂપિયામાં કરી આપવામાં આવે છે.
Dhruvik gondaliya, Bhavngar : ભાવનગર શહેરમાં વિદ્યાનગર નજીક આવેલી પીએનઆર હોસ્પિટલ છેલ્લાં 12 વર્ષથી દસ રૂપિયામાં નિદાન, તપાસ અને દવા આપી રહી છે. આ હોસ્પિટલ કેમ્પસમાં દિવ્યાંગો માટેની પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભાવનગર શહેર ઉપરાંત ગામડાના દર્દીઓ મળી એક વર્ષમાં 9000થી વધુ દર્દીઓ અહીં લાભ લે છે.
લોકોની દુઆ જ આ ઉંમરે કામ થાય છે
85 વર્ષની વયે પણ સક્રિય એવા એમબીબીએસ ડો. જયંતીલાલ ધંધુકિયા અહીં છેલ્લા 11 વર્ષથી સેવા આપે છે. ડો. ધંધુકિયાએ કહ્યું હતું કે, અહીં આવનાર દર્દીઓનું માત્ર નિદાન જ નહીં, પરંતુ બ્લડ પ્રેશર સહિતની તપાસ, જરૂર જણાયે ઇન્જેક્શન અને બે દિવસની દવા માત્ર 10 રૂપિયાની ફી લઈને આપવામાં આવે છે. હું આ ઉંમરે પણ કાર્યરત છું તે આ લોકોની દુઆ જ છે.
દિવ્યાંગો માટે તો અમારી સંસ્થા સેવારત જ છે
સ્થાપક ટ્રસ્ટી બાબાભાઈએ કહ્યું હતું કે, પૈસાના અભાવે કોઈ વ્યક્તિ સારવાર અને દવાથી વંચિત રહે તે માનવતા માટે કલંક કહી શકાય. દિવ્યાંગો માટે તો અમારી સંસ્થા સેવારત જ છે. પરંતુ સામાન્યજન માટે પણ આ દવાખાનું ખુલ્લું હોય છે. દસ રૂપિયામાં માણસ સાજો થાય, તેના આશીર્વાદ એ જ અમારી સંસ્થાની મૂડી છે.
સારવારથી કોઇ વંચિત રહે તે માનવતા માટે કલંક છે
બાબાભાઈએ કહ્યું હતું કે, આજના યુગમાં તબીબી સેવાઓ મોંઘી થતી જાય છે. નાના ટેસ્ટ કે ખાલી નિદાન માટે પણ 50 થી 100 રૂપિયા ખર્ચવા પડે છે. ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ પૈસાના અભાવે તબીબી સારવારથી વંચિત રહી ન જાય કે દવા ન મળે તો તે માનવતા માટે કલંક સમાન ગણાય. આ સંજોગોમાં પીએનઆર હોસ્પિટલ છેલ્લા 12 વર્ષથી દર્દીઓનું નિદાન કરીને તેને દવા પણ આપે છે અને તેનો ચાર્જ માત્ર 10 રૂપિયા જ લેવામાં આવે છે અને આ હોસ્પિટલના કેમ્પસમાં દિવ્યાંગો માટે પણ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે.આ હોસ્પિટલમાં દર વર્ષે સરેરાશ 9 હજારથી વધુ દર્દીઓ નિદાન અને સારવાર માટે આવે છે.