Home /News /bhavnagar /Bhavnagar: એવી ગૌશાળા જ્યાં હજારો અબોલ જીવની થાય છે ખરી સેવા, જુઓ વીડિયો  

Bhavnagar: એવી ગૌશાળા જ્યાં હજારો અબોલ જીવની થાય છે ખરી સેવા, જુઓ વીડિયો  

X
અહીં

અહીં બીમાર પશુઓ માટે જુદા જુદા પ્રકારની સારવાર કરવામાં આવી રહી છે 

અકસ્માતે કે કોઇ હિંસક પશુ દ્રારા ઇજાગ્રસ્તનો ભોગ બનેલ તમામ ગૌવંશને ગૌશાળામાં લાવી નિરણ-પાણી અને દવા સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ કરી વિનામુલ્યે કરાઇ રહી છે સેવા

 • Hyperlocal
 • Last Updated :
 • Bhavnagar, India
  Dhruvik Gondaliya, Bhavnagar: કોરોના મહામારી આવતાં જ મનુષ્યો સમજી ગયા કે મુશ્કેલીના સમયમાં અગાઉ કરેલા સારા કામ કેટલા કામ લાગે છે. અનેક લોકોએ સેવાભાવી કામ પણ શરૂ કરી દીધા હતા. આવી જ એક મહામારી અબોલજીવોમાં આવી હતી, જેને આપણે લમ્પી વાયરસ તરીકે ઓળખીએ છીએ. મનુષ્યો તો ગમે તેમ કરી ગુજરાન કરી લીધું પરંતુ અબોલ જીવો ક્યાં જાય, જો કે અબોલ જીવનું ધ્યાન રાખવું એ પણ મનુષ્યોની નૈતિક જવાબદારી જ તો છે. ત્યારે કેટલાક લોકો દ્વારા નિશ્વાર્થ ભાવે અબોલજીવોનું ધ્યાન રાખવામાં આવે છે. આવી જ એક સંસ્થા ભાવનગરના ગઢડામાં આવેલી આઇ શ્રી સોનલ જીવદયા ગૌશાળા છે. અહીં  નિરાઘાર,બિસ્માર અને અશક્ત બિનવારસી પશુઓની  નિસ્વાર્થ અનોખી સેવા થાય છે. અકસ્માતે કે કોઇ હિંસક પશુ દ્રારા ઇજાગ્રસ્તનો ભોગ બનેલ તમામ ગૌવંશને ગૌશાળામાં લાવી નિરણ-પાણી અને દવા સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ કરી વિનામુલ્યે કરાઇ રહી છે સેવા

  બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં શ્રીજી સિનેમા પાછળના વિસ્તારમાં આવેલ શ્રી સોનલ જીવદયા ગૌશાળામાં છેલ્લા પાંચ થી વધુ વર્ષોથી રેઢિયાર ગૌ વંશની અનોખી સેવા કરાઇ રહી છે. કે જ્યા ગૌ વંશમાટે નિરણ,પાણી,રાખવાની તેમજ દવા સુધીની સેવાઓ કરવામાં આવી રહી છે. એક સમય હતો કે જ્યા લંપી વાયરસથી ભોગ બનેલી ગૌવંશ પાસે જવા કોઇ તેયાર ન હતુ ત્યારે પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર ગૌશાળાના યુવાનો દ્વારા દિન-રાત કરાઇ રહી હતી સેવાઆ સેવાઓ સદંતર નિસ્વાર્થ અને વિનામુલ્યે કરવામા આવી રહી છે.

  ગઢડા શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય પંથકો માં રખડતા બિનવારસી પશુઓ કે જેઓ અશક્ત હોય કે પછી કોઇ અકસ્માતનો ભોગ બનેલ હોય અથવાતો કોઇ હિસંક પ્રાણી કે પશુ દ્વારા હુમલો કરી ઇજાગ્રસ્ત કરેલી હોય તેવા તમામ ગૌવંશને અહિ ગૌશાળા ખાતે લાવવામાં આવે છે ત્યાર બાદ તેમની સારવાર,નિરણ,પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. કોઇ પશુને વધુ સારવારની જરૂરીયાત જણાતા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી વધુ સારવાર કરાવવામાં આવે છે તેમજ કોઇ કેસમાં ગુજરાત સરકારની કરુણા એનિમલ પશુ એમ્બ્યુલન્સનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી અશક્ત અને ઇજાગ્રસ્ત પશુની તાત્કાલીક સારવાર આઇ શ્રી સોનલ જીવદયા ગૌશાળા દ્વારા વિનામુલ્યે કરવામાં આવે છે.

  આવી અનોખી સેવાઓ આઇ શ્રી સોનલ જીવદયા ગૌશાળાના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે.આ ગૌ શાળામાં કોઇ જન્મ દિવસ હોય કે તિથી દિવસ હોય કે પછી કોઇ વિષેશ પળ હોય ત્યારે સેવાભાવી લોકો દ્વારા આ ગૌશાળામાં ગોવંશની સેવાઓ માટે આર્થીક સહયોગ આપવામાં આવે છે.જેનીથી આઇ શ્રી સોનલ જીવદયા ગૌશાળાના સંચાલકો દ્વાર બિસ્માર,નિરાધાર,અશક્ત ગૌવંશની નિરણ-દવાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે અને કોઇ સંજોગોમાં પશુ અત્યંત બિસ્માર કે ગંભીર હાલતમાં હોય તો વધુ સારવાર અને સવામાંટે રાધા મોહન ગૌશાળા બોસડવા અને કેરાળા મહાજન પાંજરાપોળ ખાતે રીફર કરવામાં આવે છે.

  આ સેવાઓની આજે ચોતરફ લોકો સરાહના કરી રહ્યા છે. આ આઇ શ્રી સોનલ જીવદયા ગૌશાળામાં સેવાભાવી યુવાનોમાં અનિરુદ્ધભાઈ ધાધલ, ચંદ્રકાંત સોલંકી, ભોજાભાઇ શેફાત્રા, રાજભા ગઢવી, સંજયભાઈ જમોડ, કેવલભાઈ જળું, સૂર્યદીપભાઈ ખાચર, વિશ્ર્વદિપભાઇ જેબલીયા વગેરે દ્વારા દિવસ-રાત એક કરી નિસ્વાર્થ અને વિનામુલ્યે ગૌસેવા કરી રહ્યા છે. જેની અનોખી સેવા થકી આજે અનેક બિસ્માર ગૌવંશને આજે ફરી હાલતા-ચાલતા કર્યા છે.જેની લોકો દ્વારા સરાહના કરાઇ રહી છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Cow, Local 18, ભાવનગર

  विज्ञापन
  विज्ञापन