ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી ખાતે આરોપીઓ વિનોદ જેન્તીભાઇ મકવાણા તથા જેન્તી પોપટભાઇ મકવાણા રહે.ક.પરા, ભાવનગરવાળાને જામીન માટે પોલીસ જાપ્તા સાથે લઇ જતાં હતાં.
ભાવનગરઃ ભાવનગર એલ.સી.બી. (Bhavnagar LCB) સ્ટાફનાં માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાનાં નિલમબાગ (પો.સ્ટે.ગુન્હામાં 2013 માં રાજકોટ મધ્યસ્થ જીલ્લા જેલમાં (Rajkot central jail) કાચા કામનાં કેદી તરીકે રહેલો જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ ભાવનગર ખાતે હાજર છે. જેથી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ હાજર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી વચગાળાની રજા પર લઇ ફરાર થયો હતો. ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી ખાતે આરોપીઓ વિનોદ જેન્તીભાઇ મકવાણા તથા જેન્તી પોપટભાઇ મકવાણા રહે.ક.પરા, ભાવનગરવાળાને જામીન માટે પોલીસ જાપ્તા સાથે લઇ જતાં હતાં.
તે દરમિયાન રાજુભાઇ પોપટભાઇ રાઠોડ, જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ, સંજય પ્રતાપભાઇ ચૌહાણ, પ્રવિણ પ્રતાપભાઇ ચૌહાણ તથા જેન્તી ચીથરભાઇ રહે.તમામ ભાવનગર વાળાઓએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી વિનોદ જેન્તીભાઇ મકવાણા તથા જેન્તી પોપટભાઇ મકવાણા રહે.ક.પરા, ભાવનગર વાળાની હત્યા કરી હતી. જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવી..આ ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે રહેલો કેદી જીતેશ ઉર્ફે જીતુ પોપટભાઇ રાઠોડ રહે.કરચલીયા પરા, ભાવનગરવાળો વચગાળાની રજા પર ગયેલ. તેને 15/9/2020 નાં રોજ જેલમાં હાજર થવાનું હતુ. પણ જે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયો હતો.
આમ ભાવનગરમાં સને-2013ની સાલમાં બનેલ ડબલ મર્ડરનાં બનાવમાં રાજકોટ મધ્યસ્થ જેલનાં ફરાર કાચા કામનાં કેદીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. તેના કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ આવતાં તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.