Home /News /bhavnagar /Bhavnagar: રેડક્રોસ દ્વારા શરૂ કરાયો ખાસ કોર્ષ, બે મહિનાની તાલીમ પછી સીધી જ નોકરી!
Bhavnagar: રેડક્રોસ દ્વારા શરૂ કરાયો ખાસ કોર્ષ, બે મહિનાની તાલીમ પછી સીધી જ નોકરી!
રેડ ક્રોસ સોસાયટી દિવાનપરા રોડ બાટનલાઇબ્રેરી સામે નામ નોંધણી કરાવવી
ભાવનગર જિલ્લા શાખા દ્વારા ગુજરાત રાજ્ય શાખા ના સહયોગથી વિનામૂલ્યે એલ્ડર્લી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ બે માસની સમય મર્યાદા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમાં ધોરણ 10 પાસ /નાપાસ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે
Dhruvik gondaliya Bhavngar : ભાવનગર જિલ્લા શાખા દ્વારા ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી વિનામૂલ્યે એલ્ડર્લી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ બે માસની સમય મર્યાદા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમાં ધોરણ 10 પાસ /નાપાસ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. આ અભ્યાસક્રમનો સમયગાળો બે માસનો રહેશે જે નિયમિત રીતે હાજર રહી શકે તે જોડાઈ શકશે. તેમજ દરેક વિદ્યાર્થીને તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
આ કોર્સમાં જોડાવા માટે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ફરજિયાત જમા કરાવવાનું રહેશે. આ કોર્સમાં જોડાવા માટે 18 વર્ષથી 45 વર્ષ સુધીની ઉંમર હોવી ફરજીયાત છે . આપણે આ તાલીમનો લાભ ભાઈઓ તથા બહેનો બંને લઈ શકશે.
દરેક તાલીમાર્થીને સ્ટાઈપેન્ડ પેટે અમુક રકમ ચૂકવવામાં આવશે. આ તાલીમ મેળવી તાલીમાર્થી સારા હોમ કેર ટેકર બની બીમાર વ્યક્તિની સાર સંભાળ અર્થે જઈને બેરોજગારી દૂર કરી રોજગારીની તક મળી રહે તે ઉદ્દેશથી શરૂ કરવામાં આવી રહ્યો છે.
આ કર્ષ કરવા માટે ઇચ્છુક યુવાનોએ માટે સંપર્ક રેડ ક્રોસ સોસાયટી દિવાનપરા રોડ બાટનલાઇબ્રેરી સામે નામ નોંધણી કરાવવી. અને વધુ વિગત માટે 0278 -2424761.2430700 9429406202 ઉપર સંપર્ક કરવો.