Home /News /bhavnagar /ભાવનગરઃ પરિણીતાને જીવતી સળગાવનાર બે મહિલા સહિત પાંચને આજીવન કેદ

ભાવનગરઃ પરિણીતાને જીવતી સળગાવનાર બે મહિલા સહિત પાંચને આજીવન કેદ

પ્રતિકાત્મક તસવીર

ઘર કંકાસમાં આરોપીઓએ ૨૦૧૬માં કરચલીયા પરામાં રહેતી શિલ્પાબેન મકવાણાને તેના ઘરે તેની દીકરીને કેમ હેરાન કરે છે તેમ કહીને કેરોસીન નાખીને જીવતી સળગાવી હતી.

ચિરાગ ત્રિવેદી, ભાવનગરઃ ઘર કંકાસમાં આરોપીઓએ ૨૦૧૬માં કરચલીયા પરામાં રહેતી શિલ્પાબેન મકવાણાને તેના ઘરે તેની દીકરીને કેમ હેરાન કરે છે તેમ કહીને કેરોસીન નાખીને જીવતી સળગાવી હતી. જેને પગલે ફરિયાદ બાદ કોર્ટમાં આજે શનિવારે પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરમાં કરચલીયા પર વિસ્તારમાં રહેતા શીલાપાબેન મકવાણાને ૨૦૧૬માં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ૧૬/૯/૨૦૧૬ના દિવસે ઘર કંકાસને પગલે બે મહિલાઓ અને ત્રણ પુરુષોએ કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી. જેથી શીલ્પાબેન સુરેશભાઈ મકવાણા ઉમર વર્ષ ૨૦નું સારવાર દરમિયાન હોસ્પિટલમાં ૧૯/૯/૨૦૧૬ના દિવસે મોત થયું હતું

બનાવને પગલે ૫ /૧૨/૨૦૧૬માં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે બે મહિલા અને ત્રણ પુરુષોને પકડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટમાં કેસ ચાલી જતાં આજે શનિવારે કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આરોપિઓમાં રાજુભાઈ વાજા,અશોભાઈ વાજા અને છનાભાઇ વેગડ અને મહિલામાં રમાબેન છનાભાઈ વેગડ ઉમર વર્ષ ૪૦ અને માંજુબેન વાજાનો સમાવેશ થાય છે. મૃતક શીલાપાબેનને આરોપીઓએ તેની દીકરીને કેમ હેરાન કરે છે તેમ કહીને કરચલીયા પર વિસ્તારમાં હનુમાનનગર તેના ઘરે જીવતી સળગાવી દીધી હતી. જોકે કોર્ટે સજા સંભળાવતા મોટી ઉમરની મહિલાઓ અને પુરુષોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
First published:

Tags: Life imprisonment, Woman murder, કોર્ટ, ભાવનગર

विज्ञापन