ભાવનગર: મોડી રાત્રે મકાનમાં અચનાક આગ લાગતા માતા-પુત્રનું મોત નિપજ્યું છે. જ્યાકે પિતા ગંભીરે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની વિગત અનુસાર ભાવનગરના તળાજાના પાવઠી ગામમાં ગઈકાલે મોડી રાત્રે એક મકાનમાં અચાનક આગ લાગી હતી. જેમાં માતા-પુત્રનું મોત નિપજ્યુ હતું. જ્યારે પિતા ગંભીર રીતે દાઝી જતા તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે આ આગ ક્યાં કારણોસર લાગી હતી, તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ અચાનક લાગેલી આગના કારણે આખો પરિવાર આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
હાલ તો પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેની સારવાર ચાલી રહી છે. જ્યારે માતા અને પુત્રનું ગંભીર મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.