Home /News /bhavnagar /Bhavnagar: બજરંગદાસ બાપાના નામથી ઓળખાતું ‘બગદાણા’ ધામ, લાખો માણસો માટે કેવી રીતે રસોઈ બને છે,જાણો

Bhavnagar: બજરંગદાસ બાપાના નામથી ઓળખાતું ‘બગદાણા’ ધામ, લાખો માણસો માટે કેવી રીતે રસોઈ બને છે,જાણો

X
ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવા નજીક આવેલા બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલ છે. આ જગ્યાએ પ્રથમ બજરંગદાસ બાપાની ઝુંપડી જ આવેલી હતી. જ્યાં હાલ મોટો આશ્રમ બનાવ્યો છે. આ જગ્યા ગુરૂ આશ્રમ તરીકે વિખ્યાત છે. જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે. બજરંગદાસ બાપુના ધામમાં 24 કલાક લોકોને ફ્રીમાં મળે છે ભોજન

ભાવનગર જિલ્લાના મહુવા નજીક આવેલા બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલ છે. આ જગ્યાએ પ્રથમ બજરંગદાસ બાપાની ઝુંપડી જ આવેલી હતી. જ્યાં હાલ મોટો આશ્રમ બનાવ્યો છે. આ જગ્યા ગુરૂ આશ્રમ તરીકે વિખ્યાત છે. જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે. બજરંગદાસ બાપુના ધામમાં 24 કલાક લોકોને ફ્રીમાં મળે છે ભોજન

વધુ જુઓ ...
ભાવનગર: જિલ્લાના મહુવા નજીક આવેલા બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલ છે. આ જગ્યાએ પ્રથમ બજરંગદાસ બાપાની ઝુંપડી જ આવેલી હતી જ્યાં હાલ મોટો આશ્રમ બનાવ્યો છે. આ જગ્યા ગુરૂ આશ્રમ તરીકે વિખ્યાત છે. જયાં બાપા એ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે.



વર્ષમાં મોટા બે કાર્યક્રમની ઉજવણી કરાય છે

આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ એટલે કે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. આ બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.



87 ગામના લોકો અહીંયા સેવા આપવા આવે છે

અહીં આવેલા ભોજનાલયમાં રોજે હજારો ભક્તો બપોરે અને સાંજે ભોજન લે છે. અહીં સેવા આપવા માટે બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. બગદાણાના નજીક આવેલા જેસર, મોટા ખુટવડા, આસરાના, ડેડકડી કરલા, કોદિયા, કોટામોઇ, તાતણીયા, શારદીકા, ઉગલવાણ, છાપરી, ખડસલી સહિતના આશરે 87 જેટલા ગામના લોકો અહીંયા સેવાઓ આપવા માટે આવે છે.





મહિલાઓ પણ સેવા આપે છે, પોતાના સ્વખર્ચે ગ્રામજનો આવે છે

દરરોજ અલગ અલગ ગામનો સેવા કરવાનો વારો આવે છે. એક ગામના 15થી 20 જેટલી મહિલાઓ અને પુરુષો પોતાના સ્વખર્ચે અહીં ભોજનાલયમાં સેવાઓ આપવા આવે છે. સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ભોજન પીરસવા સહિતની સેવાઓ આપે છે.

બગદાણા મંદિરનો ધ્વજ બહુ દૂરથી પણ જોઈ શકાય છે. મંદિરનો પરિસર ખૂબ સારી રીતે વિકસિત કરવામાં આવેલ છે.  ત્યાં એક સમાધિ મંદિર અને તે સિવાય રામ પંચાયત ની મૂર્તિ વાળુ મંદિર છે. મંદિરમાં આવનાર બધા ભાવિકોને પ્રસાદનો લાભ આપવામાં આવે છે.



રોજે લગભગ 10 થી 15 હજાર અને રવિવારે 25 થી 30 હજાર ભકતો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા જેવા બીજા ઉત્સવોમાં પ્રસાદ લેનારની સંખ્યા 2થી 2.50 લાખ જેટલી થાય છે. અહીંયા નાતજાતના, ધર્મના કોઈ પણ ભેદભાવ વગર પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

બજરંગદાસ બાપાની પુણ્યતિથિ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે.

બગડેશ્વર મહાદેવ, બગડાલવ નામનો કુંડ અને ત્રિવેણી સંગમ અહીંનાં જોવાલાયક સ્થળો છે. અહીંની આરતીનો સમય સવારે 5.30 વાગ્યે, સાંજે સંધ્યા સમયે અને દર્શનનો સમય સવારે 6થી સાંજે 7.30 સુધીનો છે. બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગરથી 78 કિમી અને અમદાવાદથી 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય મોટા શહેરો ભાવનગર, રાજકોટમાંથી પણ સીધી બસ મળી શકે છે. અહીં નજીકનું રેલવે સ્ટેશન 40 કિમી દૂર પાલીતાણા છે અને નજીકનું એરપોર્ટ 78 કિમી દૂર ભાવનગર છે.
First published:

Tags: Bhavnagar news, Local 18