ભાવનગર જિલ્લામાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગો પ્રસરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને ખેડૂત પોતે મહેનત અને મોંઘા બિયારણ લાવી ખેતી કરતો હોય છે પરંતુ કેટલાક અંશે ખેતી કર્યા બાદ પાકમાં અમુક પ્રકારના રોગો લાગતા હોય છે
Dhruvik gondaliya Bhavngar: ગુજરાત રાજ્યમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે રાજ્યમાં અંદાજે ૧.૫૦ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે ૮૮૫ કિલોગ્રામ મળેલા છે. તળાજા તાલુકામાં ચાલુ સાલ સાનુકૂળ વરસાદને કારણે તાલુકામાં જળાશયો અને ભુગર્ભ પાણીની સ્થિતિ ખુબજ સારી હોય ગત વર્ષનાં કુલ 34,976 હેકટરનાં રવિ કરતા ચાલુ સાલ 36,677 વાવેતર હેક્ટરનુ વાવેતર થયેલ છે જેમાં ઘઉં 7,891, ચણા 6,352 હે., ડુંગળી 10,461 હે. ઘાંસચારો 9,099 હે. નો મુખ્યત્વે રહ્યું છે.
ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગો પ્રસરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને ખેડૂત પોતે મહેનત અને મોંઘા બિયારણ લાવી ખેતી કરતો હોય છે પરંતુ કેટલાક અંશે ખેતી કર્યા બાદ પાકમાં અમુક પ્રકારના રોગો લાગતા હોય છે જેના કારણે જોઈએ તેવું પાકમાં ઉત્પાદન મળતું નથી ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની દવાઓનો છંટકાવ પણ કરવામાં આવે છે છતાં પણ આ સુકારો મળતો નથી ત્યારે આ સુકારા કઈ રીતના મટાડવો તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
ચણામાં સુકારો કેવી રીતે આવે
શરુઆતમાં છોડના પાન પીળા પડી સુકાવા લાગે છે. છોડના મૂળ કાળા થઇ કહોવાય છે. જો ચણા કાર્બેન્ડાઝીમ કે ટ્રાયકોડર્મા દવાનો પટ આપીને વાવણી કરેલ હોય તો આ રોગની તીવ્રતા ઓછી રહે છે. આ રોગ જમીનજન્ય હોવાથી નિયંત્રણ કરવુ અઘરુ બને છે. ટ્રાયકોડર્માનું જમીનમાં ડ્રેંચીંગ કરવાથી થોડી રાહત જરુર મળે છે. જે ખેતરમાં દર વર્ષે આ રોગ આવતો હોય તો પાકની ફેરબદલી કરવી. આ રોગથી અસરગ્રસ્થ છોડ ખેતરમાંથી કાઢી નાશ કરવાથી રોગને આગળ વધતો અટકાવી શકાય.
નિયંત્રણનાં પગલાં :
(1) થાયરમ, કેપ્ટાન કે કાર્બન્ડેઝિમ જેવી ફૂગનાશક દવાઓનો પટ બીજને આપી વાવણી કરવામાં આવે છે. (3 ગ્રા. દવા/એક કિગ્રા. બીજ). (2) સમયસર એટલે કે ઑક્ટોબર–નવેમ્બર માસમાં વાવણી કરવામાં આવે છે. (3) ‘GG 588’ અને ‘GG 609’ રોગપ્રતિકારક જાતોનું વાવેતર લાભદાયી છે. ‘GL 782’, ‘GL 783’, ‘GL 734’, ‘GG 589’ અને ‘ICC 4969’ મધ્યમ રોગપ્રતિકારક જાતો છે. ‘ICCL 81001’, ‘ICCL 81002’ અને ‘ICCL 81004’ કાબુલી ચણાની રોગપ્રતિકારક જાતો છે. ‘G 24’, ‘C 214’, ‘H 355’, ‘G 543’, ‘Pant G 114’, ‘JG 315’, ‘Pusa 212’, ‘ICCC 32’, ‘Phule G5’, ‘અવરોધી’ વગેરે પણ સુકારારોધી જાતો છે. (4) પાકની ફેરબદલી કરવામાં આવે છે.
ઍસ્કોકાઇટાનો ઝાળનો રોગ Ascochyta rabiei દ્વારા, અલ્ટરનેરિયાનો ઝાળનો રોગ Alternaria alternata દ્વારા, ભૂકી છારાનો રોગ Leveillula taurica અને Oidiopsis taurica દ્વારા, થડનો કોહવારો Sclerotinia sclerotiorum દ્વારા અને ગેરુ Uromyces ciceris-arietini દ્વારા થાય છે; પરંતુ ગુજરાતમાં તે ખાસ નુકસાન કરતા નથી.