Home /News /bhavnagar /Bhavnagar: આ ખેડૂતની મહેનત રંગ લાવી, મરચાની ખેતીથી મહિને 1 લાખની ચોખ્ખી કમાણી, જાણો કેવી રીતે!

Bhavnagar: આ ખેડૂતની મહેનત રંગ લાવી, મરચાની ખેતીથી મહિને 1 લાખની ચોખ્ખી કમાણી, જાણો કેવી રીતે!

X
પાંચ

પાંચ વીઘા ખેતરમાં વાવેતર કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે 

જેસર તાલુકાના કરલા ગામના ખેડૂતો રાધેશ્યામભાઈ વિષ્ણુભાઈ હરિયાણી કે જેઓએ પોતાના ખેતરમાં પાંચ વીઘામાં લીલા મરચા નું વાવેતર કર્યું છે  

Dhruvik gondaliya Bhavngar  : આજકાલ મોટાભાગના ખેડૂતો જાગૃત થયા છે અને તેઓ ખેતીની જૂની પદ્ધતિ છોડીને ખેતીમાં નવા પ્રયોગો કરી રહ્યા છે. આજના ખેડૂતો એવી ખેતી કરી રહ્યા છે જેમાં ઓછા ખર્ચે વધુ નફો થાય છે. ઘણા ખેડૂતો ફળોની ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે,  જ્યારે ઘણા ખેડૂતો શાકભાજીની ખેતીમાં. ત્યારે  આજે આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના ખેડૂતો રાધેશ્યામભાઈ વિષ્ણુભાઈ હરિયાણી કે જેઓએ પોતાના ખેતરમાં પાંચ વીઘામાં લીલા મરચાનું વાવેતર કર્યું છે, જેઓ દ્વારા એક વર્ષે એક લાખથી દોઢ લાખ સુધીની કમાણી કમાય છે.

આ ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં દેશી મરચાનું વાવેતર કરી દેશી મરચાનો પાક લઈ મરચાને મહુવા માર્કેટિંગ યાર્ડ તથા તળાજા માર્કેટિંગ યાર્ડ ભાવનગર માર્કેટિંગ યાર્ડ સહિતના યાર્ડમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ આ મરચાનું વાવેતર છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છે. તેઓને આ મરચાંના વાવેતરમાં સારી એવી કમાણી મળતા આવતા વર્ષે પણ તેઓ મરચાનું વાવેતર કરશે તેવું રાધેશ્યામભાઈ હરિયાણીએ મીડિયા મારફતે જણાવ્યું હતું.



મરચાએ એક અગત્યના શાકભાજીનો પાક છે. તાજા લીલા મરચા શાકભાજી તરીકે તથા લાલ સુકા મરચા રસોઈને સ્વાદષ્ટિ બનાવવા તેમજ બજારમાં ઉપલબ્ધ તૈયાર વાનગીઓ (ફાસ્ટફૂડ), અથાણા વગેરેમાં વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીલા મરચામાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામીન સી વિશેષ પ્રમાણમાં હોય છે. લીલા મરચામાં ગેસની તકલીફ અને સાંધાનો દુ:ખાવો દૂર કરવાના ઔષધિય ગુણો પણ છે.

 સુધારેલી જાતો : જીવીસી-૧૦૧,૧૧૧,૧૧ર,૧ર૧,૧૩૧,પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્‍યાતી, કાશી અનમોન, અર્કા શ્વેતા

હાઇબ્રીડ જાતો: જીએવીસીએચ-૧, અર્કા, શીસીએચ-ર અને ૩

જમીનની તૈયારી અને વાવેતર મરચાના પાક્ને ગોરાડુથી મધ્યમ કાળી અને ભાઠાની સારા નિતારવાળી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે, તેમ છતાં રેતાળ જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ઉમેરી આ પાકની ખેતી કરી શકાય છે. મે માસ દરમિયાન જમીન ખેડી તપવા દેવી, ચોમાસા પહેલા ૧પથી ૨૦ ટન સારુ કહોવાયેલુ છાણિયુ તથા ગળતિયુ ખાતર નાંખવું, શક્ય હોય તો જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં શણ જેવા પાકનો લીલો પડવાશ કરવો.બે થી ત્રણ ખેડ મારી કરબ મારી જમીન સમતળ કરી અંતર પ્રમાણે વાવેતર કરવું.

ચોમાસામાં જુન – જુલાઈ, શિયાળામાં ઓકટોબર અને ઉનાળામાં જાન્‍યુઆરી-ફેબુઆરીનો સમય સારો છે. બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૬૦ સે.મી. અંતર રાખવું. ૩૦ થી ૩૫ દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી.
બીજનો દરસુધારેલા પાકો: ૭૫૦ ગ્રામ પ્રતિ હેકટર – ૫૬૦૦૦ છોડ/હેકટર
હાઇબ્રીડ પાકો:૩૫૦ ગ્રામ પ્રતિ હેકટર – ર૮૦૦૦ છોડ/હેકટર
ખાતરરાસાયણિક ખાતર: ૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું.

નાઈટ્રોજન ર૫ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી પૂર્તિ ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન ર૫ કિ/હે, ફેરરો૫ણીના ૫૦ થી ૫૫ દિવસે આ૫વું. મરચીના છોડની ઊંચાઈ તથા પાનનો વિસ્તાર બોરોનના ૨થી ૪ પીપીએમના છંટકાવથી વધારી શકાય છે. ગુણવત્તાની દૃષ્ટિએ જોઈએ તો બોરોનની પૂર્તિ‌ની એસ્કોરબિક એસીડ કેપ્સેસીન અને કલોરોફીલ એ, બી તેમજ કુલ કલોરોફીલનું પ્રમાણ વધે છે. મરચી પોષણ વ્યવસ્થામાં જો પોટેશિયમ અને જસતની પૂર્તિ‌ એકસાથે કરવામાં આવે તો ઉત્પાદનમાં વિશેષ ફાયદો થાય છે. દેશી ખાતર: ર૦ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.
પીયત અને કાપણી

ચોમાસુ પૂર્ણ થયા ૫છી ૧૫ થી ર૦ દિવસના અંતરે ૮-૯ પીયત આપવા. મરચાની પ્રથમ વીણી ૭૦ થી ૭૫ દિવસ શરૂ થાય છે. પ્રતિ હેકટર લીલા મરચાનું ૧૫ થી ર૫ ટન ઉત્પાદન મળે છે. તાર બાંધીને છોડને આધાર આપવાથી વધુ ઉત્પાદન મળે છે.

મરચાંની ખેતી માટે અનુકૂળ વાતાવરણ

જો કે મરચાંની ખેતી કોઈપણ પ્રકારની આબોહવામાં કરી શકાય છે, પરંતુ ગરમ અને ભેજવાળી આબોહવા તેના માટે યોગ્ય માનવામાં આવે છે. અતિશય ઠંડી અને ગરમી બંને તેના છોડ માટે હાનિકારક છે. મરચાની ખેતીમાંથી સારું ઉત્પાદન મેળવવા માટે 15-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ખૂબ જ સારું માનવામાં આવે છે, જો તાપમાન આનાથી ઓછું અને વધુ હોય તો મરચાના ઉત્પાદન પર તેની અસર થાય છે. તે લગભગ 100 સેમી વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઉગાડી શકાય છે. લીલા મરચાના પાક પર હિમનો પ્રકોપ વધુ જોવા મળે છે. હિમ થવાની સંભાવનાવાળા વિસ્તારોમાં તેની વહેલી ખેતી કરી શકાય છે.
First published:

Tags: Local 18, ખેડૂત, ભાવનગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો