જિલ્લામાં 1100 હેકટર જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે
મહુવા તાલુકાના દુધાળા ગામના 10 ધોરણ ભણેલા મેરામભાઈ ભુકણ એ પોતાની વાડી પૈકી 40 થી 50 વીઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું છે, અને હાલ સીઝન પુરબહારમાં ખીલી હોવાથી કેળ નો પાક પણ સારો આવ્યો છે,
Dhruvik gondaliya Bhavngar : ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે, ખાસ તો બાગાયતી ખેતીમાં એક વખત વાવણી કર્યા પછી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો બાગાયતી ખેતી વધુ પસંદ કરી રહ્યા છે, જે ખેતીમાં જમીન ને અનુકૂળ આવે તેવા પ્રકારના ફળાવ વૃક્ષોના વાવેતર થકી લાખોની આવક પણ મેળવતા થયા છે, ફળાઉ પાકમાં કેળની ખેતી સૌથી સારી અને ઓછા ખર્ચ વાળી ગણાય છે, જેમાં એક વખત વાવેતર કાર્ય પછી ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે. કેળના વાવેતર કરનાર ખેડૂતોને સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવે છે અને ખેડૂતો તેનો લાભ લઈ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં એક માત્ર ભાવનગર જિલ્લામાં કેળનું વાવેતર કરવામાં આવે છે, હાલ જિલ્લામાં 1100 હેકટર જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે જમીનની હેકટર દીઠ ઉત્પાદક ક્ષમતા 46.13 મેટ્રિક ટન હોવાથી દરવર્ષે ભાવનગર જિલ્લામાં 53 હજાર મેટ્રિક ટન કેળાનું ઉત્પાદન થાય છે, ત્યારે ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવા છતાં અન્ય જિલ્લામાં કેળનો ફાલ પૂર્ણ થઈ ગયો હોવાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને કેળાના સારા ભાવ મળી રહ્યા છે.ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા ગામના 10 ધોરણ ભણેલા મેરામભાઈ ભુકણ એ પોતાની વાડી પૈકી 40 થી 50 વીઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું છે, અને હાલ સીઝન પુરબહારમાં ખીલી હોવાથી કેળ નો પાક પણ સારો આવ્યો છે, અને તેઓને કેલ ના પાક માથી એક વીઘા દીઠ એક લાખ રૂપિયા જેવા સારા ભાવ મળી રહ્યા છે.
જમીન અને હવામાન
કેળ માટે સારા નિતારવાળી, ફળદ્રુ૫, ગોરાડુ અને મઘ્યમ કાળી જમીન ખાસ અનુકૂળ આવે છે. કાળી ચીકણી તથા રેતાળ જમીનમાં કેળનો પાક સારો થતો નથી.
કેળમાં જમીનની તથા પાકની તંદુરસ્તી જાળવવા તથા રાસાયણિક ખાતરની ભલામણના ૫૦% નાઇટ્રોજન અને ફોસ્ફરસની બચત માટે સ્થાનિય એઝેટોબેક્ટર (NAUAZN-1) સીએફયુ–૧૦૮/મિલિ) ૧૦ મિલિ/છોડ અને પીએસબી (NAUPSB-1 સીએફયુ–૧૦૮/મિલિ (૧૦ મિલિ/છોડ) સાથે ૫૦૦ ગ્રામ છાણિયુ ખાતર/છોડ બે હપ્તામાં છાણિયા ખાતર સાથે મિક્ષ કરી વાવેતર સમયે તેમજ ત્રીજા મહિને જમીનમાં આપવું.
છાંણીયુ ખાતર રો૫ણી ૫હેલા પાયામાં આ૫વું જૈવીક ખાતરો બે સરખા ભાગમાં રો૫ણી ૫છી ૫હેલા અને બીજા માસે આ૫વું. જયારે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો રો૫ણી ૫છી ત્રીજા માસે આ૫વો અને નાઈટ્રોજન અને પોટાશ ત્રણ સરખા હપ્તામાં ૩, ૪ અને ૫ માં માસે આ૫વું.
વિષાણું જન્ય રોગો
કેળનો ચટપટાનો રોગ:આ રોગનો ફેલાવો મુખ્યત્વે રોપણી માટે વપરાતા રોગીષ્ટ પીલા મારફતે થાય છે. આ રોગ સર્વ પ્રથમ ઓસ્ટ્રેલીયામાં ૧૯૩૦ની સાલમાં નોંધાયો હતો. ચેપિય પીળાપણું કે હાર્દના સડાના નામથી પણ આ રોગને ઓળખવામાં આવે છે. આ રોગ કકુમ્બર મોઝેઈક નામના વાયરસ (વિષાણુ)થી થાય છે અને મશી ધ્વારા કેળનાં રોગીષ્ટ છોડ ઉપરથી તંદુરસ્ત છોડ ઉપર ફેલાય છે. રોગ કરતાં વિષાણું કાકડી, તમાકુ, મકાઈ અને ચોળા જેવાં પાકમાં પણ પોતાનું જીવનક્રમ પુરો કરે છે અને વખત આવ્યે કેળના નવા પાક ઉપર પણ મશી ધ્વારા ફેલાઈ શકે છે.
રોગના લક્ષણો
કેળનાં ચટપટાનાં રોગનાં મુખ્ય ચિન્હો તરીકે પીળા રંગની છાંટ પાનમાં જોવા મળે છે. જે એક બીજા સાથે મળીને પીળા પટામાં રૂપાન્તર પામે છે. આ રોગની અસરવાળો કેળના છોડનો વિકાસ અટકે છે. અને છોડ વામણો રહે છે. છોડના પણો નાના અને સાંકડા તથા વધુ પડતા ઉભા જોવા મળે છે. સામાન્ય રીતે રોગવાળા છોડ ઉપર કોઈ પણ જાતના ફળ આવતા નથી અને અસાધારણ સંજોગોમાં જો આવે તો વિકૃત થયેલ પીળી છાંટવાળા હોય છે. ઘણી વખત વાતાવરણના ફેરફારોના કારણે પર્ણ-દંડીકાઓથી બનેલું ખોટુ થડ (કેળનું થોથું) સડવા માંડે છે અને છોડનો નાશ થાય છે. રોગીષ્ટ છોડની ગાંઠમાંથી નીકળતા પીલા પણ રોગીષ્ટ જ હોય છે.
નિયંત્રણ : 1. કેળની રોપણી વખતે તંદુરસ્ત પીલાની પસંદગી અગત્યનો ભાગ ભજવે છે. રોપતાં પહેલાં પીલાને ૯૦ મીનીટ સુધી ઓરીયોફંજીન દવાના દ્રાવણમાં (૧.ર ગ્રામ ઓરીયોકંજીન ૧૦ લીટર પાણીમાં) રાખીને સાત દિવસ તપાવીને વાવવાથી લાભ થાય છે.