Home /News /bhavnagar /Bhavnagar :મહુવા યાર્ડમાં મગફળીનાં ભાવમાં તેજી, મણનાં 1464 રૂપિયા બોલાયા

Bhavnagar :મહુવા યાર્ડમાં મગફળીનાં ભાવમાં તેજી, મણનાં 1464 રૂપિયા બોલાયા

X
મહુવા

મહુવા યાર્ડમાં મગફળીની સારી આવક થઇ છે. યાર્ડમાં મણનાં 1176 રૂપિયાથી લઇને 1464 રૂપિયા સુધી ભાવ રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 1,06,886 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 182 રહ્યાં હતાં અને ઊંચા ભાવ 522 રૂપિયા રહ્યા હતા.

મહુવા યાર્ડમાં મગફળીની સારી આવક થઇ છે. યાર્ડમાં મણનાં 1176 રૂપિયાથી લઇને 1464 રૂપિયા સુધી ભાવ રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 1,06,886 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 182 રહ્યાં હતાં અને ઊંચા ભાવ 522 રૂપિયા રહ્યા હતા.

    Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લામાં મગફળી, ચણા, જીરું, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના 1176 રૂપિયાથી લઈને 1464 રૂપિયા સુધીના ભાવ રહ્યાં હતાં.
    આ જણસીનાં આટલા ભાવ રહ્યાં
    મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 80,000 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 78 રૂપિયા અને ઉંચા ભાવ 200 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 1,06,886 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 182 રહ્યાં હતાં અને ઊંચા ભાવ 522 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 1548 કટ્ટાની આવક થઈ હતી, જેના મણના નીચા ભાવ 404 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 736 રુપિયા સુધી રહ્યા હતા.



    નારિયેળના 7270 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 618 રહ્યા હતા અને ઉંચા ભાવ 1778 રૂપિયા રહ્યા હતા.સફેદ તથા કાળા તલના ત્રણ કટ્ટાની આવક થઈ હતી. જેના નીચા ભાવ 2600 રૂપિયા અને ઉંચા ભાવ 2600 રૂપિયા રહ્યા હતા.
    First published:

    Tags: Bhavnagar news, Local 18