Home /News /bhavnagar /Bhavnagar: માવઠાથી સૌથી વધુ ક્યાં પાકને નુકશાન થયું, ખેડૂતો કેમ ચિંતાતૂર બન્યા છે?

Bhavnagar: માવઠાથી સૌથી વધુ ક્યાં પાકને નુકશાન થયું, ખેડૂતો કેમ ચિંતાતૂર બન્યા છે?

X
ખેડૂતોના

ખેડૂતોના સારા પાક ઉત્પાદનની આશા પર પાણી ફરી વળ્યું છે.

ભાવનગર જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડયા છે જેથી ખેડૂતોએ પાક વાવેતર કરેલ ચણા, ધાણા, જીરૂ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોમાં પણ નુકસાનીનો ભય સેવાઇ રહ્યો છે. 

    Dhruvik gondaliya Bhavngar : ભાવનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાં છુટોછવાયો વરસાદ પડયો છે. શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા માવઠું થયું હોવાથી ખેડૂતોએ પાક વાવેતર કરેલ રવિપાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ભાવનગર સહિત ગુજરાતભરના મોટાભાગના જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ હોય અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડયા હોવાથી ખેડૂતો ચીંતાતૂર બન્યા છે.

    ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સારો વરસાદ પડયો હતો.જેના કારણે શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને પિયતની સમસ્યા ટળી હોવાથી પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા પંથકના સહિતના વિસ્તારોમાં સિંચાઇના પાણીની સમસ્યાનું નિરાકરણ થતા ખેડૂતો એ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું અને ચાલુ વર્ષે ચોમાસામાં સારા પડેલ વરસાદથી ખેડૂતોએ સારી માત્રામાં શિયાળુ ઉત્પાદન થશે તેવી આશા સેવી હતી. પરંતુ હાલ વાતાવરણમા પલ્ટો આવતા કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોના સારા પાક ઉત્પાદનની આશા પર પાણી ફરી વળ્યું છે.


    ભાવનગર જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડયા છે જેથી ખેડૂતોએ પાક વાવેતર કરેલ ચણા, ધાણા, જીરૂ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોમાં પણ નુકસાનીનો ભય સેવાઇ રહ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના તળાજા મહુવા બગદાણા સહિતના પંથકના અમુક ગામો તેમજ ગારીયાધાર સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા પડયા છે. જેથી અમુક સ્થળોએ તો માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા થયા છે. જેથી ખેડૂતોએ વાવેતર કરેલ શિયાળુ પાક જેવા કે ઘઉં ચણા જીરુ વગેરે પાકોને પણ નુકસાન પહોંચશે.જ્યારે હાલ ભાવનગર જિલ્લામાં જીરૂનું વાવેતર પણ થયું છે વરસાદી માવઠાથી આ જીરું ના પાકને ભારે નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતોને સર્જાય છે.



    જીરા ની આધુનિક ખેતી પદ્ધતિજીરું એ એવો પાક છે જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જીરાની ખેતી અન્ય ખેતી કરતા વધારે નફાકારક છે. પરંતુ જો, જીરા ની ખેતીમાં હવામાન, બિયારણ, ખાતરો અને સિંચાઈ યોગ્ય રીતે ન જાણીએ તો નુકસાન વેઠવું પડે છે. યોગ્ય જમીન અને આબોહવા: જીરુંની ખેતી તમામ પ્રકારની જમીનમાં થઈ શકે છે, સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ થી મઘ્યમકાળી જમીન વધારે માફક આવે છે. જીરા ની વાવણી સમયે તાપમાન 24-28 સેલ્સિયસ હોવું જોઈએ. ઉચ્ચ તાપમાનને લીધે અંકુરણમાં સમસ્યા આવવાની શક્યતા રહે છે. ખેતરની તૈયારી: જીરા નું સારું ઉત્પાદન મેળવવા માટે દાંતી દ્વારા અથવા હળ થી બે કે ત્રણ વાર હલકી ખેડ કરીને જમીન સમતલ કરવી.
    First published:

    Tags: Local 18, ખેડૂત, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો