મહુવા તાલુકાનાં નાના આસરાણાનાં ખેડૂતે તરબૂચ અને ટેટીનું વાવેતર કર્યું છે. ખેતીમાં રાસાયણીક દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી. જીવામૃત અને છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે. બજારમાં એક કિલો તરબૂચનાં 20 રૂપિયા સુધીનાં ભાવ મળે છે.
મહુવા તાલુકાનાં નાના આસરાણાનાં ખેડૂતે તરબૂચ અને ટેટીનું વાવેતર કર્યું છે. ખેતીમાં રાસાયણીક દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી. જીવામૃત અને છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે. બજારમાં એક કિલો તરબૂચનાં 20 રૂપિયા સુધીનાં ભાવ મળે છે.
Dhruvik gondaliya, Bhavnagar : ભાવનગર જિલ્લામાં તરબૂચના વાવેતરમાં છેલ્લા 4-5 વર્ષમાં વધારો થયો છે. તરબૂચનું વાવેતર વધવાની સાથે તેના સારા ભાવ પણ મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં તરબૂચ રસ્તાઓ પર ઠેરઠેર જોવા મળી રહ્યા છે. તરબૂચની ઉનાળામાં શરૂઆત થઈ જાય છે. તરબૂચની આવક બહોળા પ્રમાણમાં થતા ભાવ પણ સામાન્ય રહે છે.
ધોરણ 10 ભણેલા ખેડૂતે કરે છે સિઝન આધારિત ખેતી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના આસરાણા ગામના ખેડૂત વિરૂભાઇ જીંજાળાએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. દર વર્ષે વાર્ષિક ઉત્પાદન સારું લેવા માટે સિઝન આધારિત ખેતી કરી રહ્યા છે. શિયાળામાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઉનાળાની શરૂઆત થતાં પાંચ વીઘા જમીનમાં તરબૂચનું વાવેતર અને ત્રણ વીઘા જમીનમાં ટેટીનું વાવેતર કર્યું છે. જીવામૃત અને છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બજારમં એક કિલો તરબૂચનાં 15થી 20 રૂપિયા મળે છે.
ગંભીર રોગો સામે રક્ષણ તરબૂચમાં એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સની માત્ર ભરપૂર હોય છે. તેને લેવાથી બોડીના તમામ ફંક્શન્સ સરખી રીતે ચાલવા લાગે છે. એન્ટીઓક્સીડેન્ટ્સ બોડીમાં થયેલા ડેમેજને રિપેર કરે છે. તેમાં જોવા મળતું લાઇકોપીન કેન્સર, હાર્ટ ડિસીઝ અને પ્રોસ્ટેટની હેલ્થ સારી રાખે છે.
આબોહવા : તરબૂચ ગરમ ઋતુનો પાક છે. ગરમ અને સૂકું હવામાન તેને વધુ માફક આવે છે. તરબૂચનો પાક હિમ સહન કરી શકતો નથી. પાકની વૃદ્ધિ તથા ફળની ઉચ્ચ ગુણવત્તા માટે સરાસરી 24°થી 35° સે. તાપમાન જરૂરી છે.
તરબૂચના રોગો : તરબૂચના પાકને સુકારો, ભૂકી છારો, તડછારો, પાનનાં ટપકાં અને પંચ રંગિયો જેવા રોગો થાય છે.
નિયંત્રણ : (1) રોગિષ્ઠ પાકના અવશેષો બાળી તેનો નાશ કરવો. (2) માત્ર રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી. (3) શરૂઆતમાં રોગિષ્ઠ છોડ ઉખાડી તેની જગ્યાએ આજુબાજુના છોડના થડમાં કાર્બનડાઝીમનું દ્રાવણ રેડવું. (4) બીજજન્ય ફૂગનો નાશ કરવા કૅપ્ટાન કે થાયરમ અથવા કાર્બનડાઝીમ (3 ગ્રામ/ કિલો બીજ) દવાનો પટ આપી રોપણી કરવી. (5) રોગવાળા ખેતરમાં ચાર વર્ષ સુધી તરબૂચનો પાક ન લેવો. તેને બદલે જુવાર, મકાઈ કે તમાકુનો પાક ઉગાડવો.