Home /News /bhavnagar /Bhavnagar: એવી ખેતી જે આખું વર્ષ કરી શકાય, બદલામાં એટલી આવક થશે કે ગાડી-બંગલા આવી જાય!

Bhavnagar: એવી ખેતી જે આખું વર્ષ કરી શકાય, બદલામાં એટલી આવક થશે કે ગાડી-બંગલા આવી જાય!

X
એક

એક વીઘા દીઠ તેઓ 20 થી 50 હજારની આવક મેળવી રહ્યા છે,

ભાવનગર જિલ્લાના સીદસર ગામના ખેડૂત સરગવાની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે, તેમણે 20 વીઘા ની વાડીમાં સરગવા ના વૃક્ષ નું વાવેતર કર્યું છે, જેમાં એક વીઘા દીઠ તેઓ 20 થી 50 હજારની આવક મેળવી રહ્યા છે,

    Dhruvik gondaliya Bhavngar : : ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, ભાવનગર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની ખેતી કરી રહ્યા છે, મોટાભાગના ખેડૂતો કપાસ, ઘઉં, બાજરી, મગફળી, કે ડુંગળી ની ખેતી કરતા હોય છે, તો સારી ફળદ્રુપ જમીન ધરાવતા ખેડૂતો બાગાયતી પાકો જેમાં જમરૂખ, દાડમ, કેળ, કેરી, અને સીતાફળની ખેતી કરતા હોય છે, જ્યારે ભાવનગર જિલ્લાના કેટલાક ખેડૂતો લાંબા ગાળે સારી આવક મેળવવા સરગવાની ખેતી કરી રહ્યા છે. એટલુું જ નહીં સરગવાની ખેતી બારે માસ કરી શકાય છે.

    ભાવનગર જિલ્લાના સીદસર ગામના ખેડૂત સરગવાની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે, તેમણે 20 વીઘાની વાડીમાં સરગવાના વૃક્ષનું વાવેતર કર્યું છે, જેમાં એક વીઘા દીઠ તેઓ 20 થી 50 હજારની આવક મેળવી રહ્યા છે, એટલે કે 20 વીઘાની વાડીમાં સરગવાની ખેતી માથી વર્ષે 5થી 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે.


    ભાવનગરના સીદસર ગામના વિપુલભાઈ પટેલે પોતાની વાડીમાં સરગવાનું વાવેતર કર્યું છે, જે વાડીમાં 20 વીઘા સરગવાના વાવેતર થકી તેઓ સારી આવક મેળવી રહ્યા છે, તેમણે સરગવા ઉપરાંત ડુંગળીનું પણ વાવેતર કર્યું છે અને તેમાં પણ તેમને સારી આવક મળી રહી છે, હાલ વાડીમાં સરગવાના વૃક્ષો પર સરગવાનો પુષ્કળ ફાલ લહેરાઈ રહ્યો છે, સારી સીઝન હોય તો સરગવાના વેચાણ થકી સારી આવક મળે છે એ મુજબ તેમની વાડીમાં વાવેલા સરગવામાં એક વીઘા દીઠ તેમને 50 થી 60 હજારની આવક થઈ રહી છે, એટલે કે વર્ષે તેઓ માત્ર સરગવાની ખેતી થકી 5 થી 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે.

    જિલ્લામાં આશરે 1000 થી 1200 હેક્ટરમાં સરગવા નું વાવેતર કરવામાં આવ્યું છે, સરગવાની શીંગ નું સરસ મજાનું ચટાકેદાર શાક તો બને જ છે એ ઉપરાંત સરગવો ઔષધીય ગુણોનો ભંડાર ગણાય છે, અનેક પ્રકારના રોગો માટે સરગવો વપરાય છે, કોરોનાકાળમાં તો ઘરે ઘરે સરગવાનું જ્યુસ જોવા મળતું હતું, સાંધાનો દુખાવો, સ્વાસ્થ્ય જાળવવા, તેમજ વધુ ચરબી ધરાવતા લોકો પણ સરગવા નો ઉપયોગ કરતા થયા છે.

    સરગવાની ખેતી કરવી એકદમ સરળ છે

    - સરગવામાં વિવિધ ઔષધીય અને ઔદ્યોગિક ગુણધર્મો રહેલ છે જેના કારણે સરગવાની ખેતી કરી ખેડૂત લાંબા સમય સુધી આવક મેળવી શકે છે.
    - સરગવો એક પાક છે જે કોઈ ખાસ કાળજી લીધા વિના અને શૂન્ય ખર્ચ પર આવક આપતો હોય છે.
    - બિનઉપયોગી જમીન પર કેટલાક સરગવાના છોડ રોપવાથી ઘરના ભોજન માટે ઉપલબ્ધ થશે
    - તે વેચીને પણ તેઓ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સરગવામાં અને પાંદડામાં વિપુલ પ્રમાણમાં પોષક તત્વો અને વિટામિન હોય છે

    સરગવાનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે

    સરગવાનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. સરગવાનું ઝાડ મૂલ્યવર્ધક છે તેના ઝાડના તમામ ભાગોનો ઉપયોગ ખોરાક, દવા, ઔદ્યોગિક કાર્ય વગેરેમાં થાય છે. સરગવાનુ ઝાડ એ બારે માસ વાવી શકાય તેવું ઝાડ છે અને સરગવાની ઝાડમાંથી બારે માસ ઉત્પાદન મેળવી શકાય છે. સરગવાની ખેતી ફક્ત ભારતમાં જ નહીં પણ ફિલિપાઈન્સ, હવાઈ, મેક્સિકો, શ્રીલંકા, મલેશિયા વગેરે દેશોમાં થાય છે.વર્ષમાં 2 વખત મેળવી શકાય છે ઉત્પાદનકૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.કે.સિંઘ કહે છે કે સરગવાની ખેતીથી ખેડૂતો સરળતાથી સારી આવક કરી રહ્યા છે. પરંતુ આપણે એ પણ જાણવાની જરૂર છે કે તેને ખાવાથી આપણને શું ફાયદો થઈ શકે છે. સરગવાનો પાક વર્ષમાં બે વાર મેળવી શકાય છે. દેશી સરગવાનો પાક વર્ષમાં એક વાર મેળવી શકાય છે
    First published:

    Tags: Local 18, ખેતી, ભાવનગર