Home /News /bhavnagar /Bhavnagar: ભાવનગરના ફેમસ કાઠિયાવાડી ચણામઠ, બીજીવાર માંગશો એની ગેરંટી!

Bhavnagar: ભાવનગરના ફેમસ કાઠિયાવાડી ચણામઠ, બીજીવાર માંગશો એની ગેરંટી!

X
આ

આ ફૂડ ચણામઠ  ભાવનગર શહેરમાં ખુબ પ્રખ્યાત છે,

ચણામઠ એક એવો ખોરાક છે જે શરીર માટે ખુબ પોષ્ટીક આહાર માનવામાં આવે છે. કાઠિયાવાડી ચણામઠની લારી ચલાવનાર ભાઈ જણાવે છે કે ભાવનગર શહેરમાં તેઓના ચણામઠની પાંચ લારી ચાલે છે જ્યા રોજના અનેક ચણામઠના રસવૈયાઓ આવીને તેનો સ્વાદ માણે છે

    Dhruvik gondaliya Bhavngar :  :ગુજરાત રાજ્યમાં જયારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરવામાં આવે તો આપણા મનમાં ભૂંગળા બટેટા, દાબેલી, ચણામઠ અને સમોસા જેવી અનેક વાનગીઓ મનમાં આવતી હોય છે. પિઝા બર્ગર તથા એવી અનેક વસ્તુઓ કરતા આ સ્ટ્રીટ ફૂડ લોકોને ખુબ વધારે પસંદ આવતું હોય છે. આ કારણને લીધે જ હાલ આપણે કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યાં આપણને સ્ટ્રીટ ફૂડની અનેક લારીઓ જોવા મળતી હશે જેમાં ભૂંગળા બટેટા તથા સમોસા જેવી અનેક વાનગીઓ મળી રહેતો હોય છે.

    એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ સ્ટ્રીટ ફૂડ લઈને આવ્યા છીએ જે ભાવનગર શહેરમાં ખુબ પ્રખ્યાત છે, એટલું જ નહીં લોકોને આ ફૂડ એટલું બધું પસંદ આવે છે કે લોકો રોજબરોજ તેને ખાવા માટે આ લારીએ જતા હોય છે. આ ફૂડ બીજું કોઈ નહીં પણ ચણામઠ છે. ભાવનગર શહેરમાં કાઠિયાવાડી ચણામઠ નામની ચાલતી આ લારી હાલ આખા ભાવનગરમાં ખુબ જ પ્રખ્યાત છે, કાઠિયાવાડી ચણામઠ વાળાના આ ચણામઠ લોકોને ખુબ સ્વાદિષ્ટ લાગે છે.


    ચણામઠ એક એવો ખોરાક છે જે શરીર માટે ખુબ પોષ્ટીક આહાર માનવામાં આવે છે. કાઠિયાવાડી ચણામઠની લારી ચલાવનાર ભાઈ જણાવે છે કે ભાવનગર શહેરમાં તેઓના ચણામઠની પાંચ લારી ચાલે છે જ્યા રોજના અનેક ચણામઠના રસવૈયાઓ આવીને તેનો સ્વાદ માણે છે. આ ચણામઠની કિંમત 15 રૂપિયાથી લઇ 25 રૂપિયા સુધીની છે. કિંમતમાં ફેરફાર થતા ફક્ત ચણામઠની કોન્ટીટી વધુ થઇ જાય છે બાકી સ્વાદમાં કોઈ પ્રકારે ફેરફાર થતો નથી.



    કાઠિયાવાડી ચણામઠની શરૂઆત વિજયભાઈ સોલંકીના દાદાએ 1959માં શરૂઆત કરી હતી જે બાદ તેઓના પિતા અને હવે વિજયભાઈ આ લારી ચલાવી રહ્યો છે, આમ તેઓની ત્રણ પેઢી આ ધંધા સાથે સંકળાયેલી છે. વર્ષ 1959માં જયારે આ ચણામઠ વેચવાની શરૂઆત કરી હતી ત્યારે આવી લારી કે કોઈ બીજી વ્યવસ્થા હતી નહીં, આથી વિજયભાઈના દાદા તે સમયે માથે તપેલું અને બરણીમાં ચટણી લઈને આ ચણામઠ વેચવાની શરૂઆત થઇ હતી. ધીરે ધીરે લોકોની દાઢે આ ચણામઠ વળગતા લારી શરૂ થઇ અને હાલ શહેરમાં આ ચણામઠ ખુબ પ્રખ્યાત છે.



    આ લારીએ રોજબરોજના અનેક લોકો ચણામઠનો સ્વાદ માણવા આવે છે, હેલ્ધી સાથો સાથ ખુબ સ્વાદિષ્ટ ચણામઠ હોય છે. આથી જ જિમ કરતા લોકો સવારે ચાલવા નીકળતા લોકો આ સ્વાદિષ્ટ ચણામઠનો સ્વાદ માણવા આવતા હોય છે. જો તમે ભાવનગરમાં શહેરમાં રહેતા હોવ તો એક વખત અવશ્ય ચાખવા જજો. આ લારી રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ,પરિમલ ચોક સહીત 5 જગ્યાએ લારી ઉભેલી હોય છે.
    First published:

    Tags: Gujarati food, Local 18, ભાવનગર

    विज्ञापन