સાસિયા પંથકમાં કેસર કેરીનાં બગીચા છે. વરસાદનાં કારણે માઠી અસર પડી છે. મોર ખરી ગયો છે. તેમજ કેરીને પણ અસર થઇ છે. વરસાદનાં કારણે ઉત્પાદન ઓછું થશે. બજારમાં ભાવ વધુ રહેવાની સંભાવનાં છ.
સાસિયા પંથકમાં કેસર કેરીનાં બગીચા છે. વરસાદનાં કારણે માઠી અસર પડી છે. મોર ખરી ગયો છે. તેમજ કેરીને પણ અસર થઇ છે. વરસાદનાં કારણે ઉત્પાદન ઓછું થશે. બજારમાં ભાવ વધુ રહેવાની સંભાવનાં છ.
Dhruvik gondaliya, Bhavnagar : ભાવનગરનું જિલ્લાનું સોસિયા ગામ અલંગની પાસે આવેલું છે. સોસિયા, જસપરા, માંડવા, મીઠીવીરડી સહિત આસપાસના ગામડાઓમાં કેસર કેરીના આંબાઓ આવેલા છે. સોસિયાની કેસર કેરીની માંગ દેશ-વિદેશ સુધી રહેલી છે. સોસિયાની કેસર કેરીની માંગ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને વિદેશ સુધી એક્સપોર્ટ થાય છે.ચાલુ વર્ષમાં આંબે કેરી ઢગલા બંધ આવી હતી.પરંતુ કમોસમી વરસાદના કારણે ખરી પડી છે. જેના કારણે ઉત્પાદન ઓછુ જવાની સંભાવનાં છે.
વરસાદનાં કારણે મોર ખરી ગયો
ભાવનગર જિલ્લાના સોસિયા પંથકમાં ત્રણ વખત આંબે મોર બેઠો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સમયાંતરે ડિસેમ્બર બાદ આંબે મોર એક નહીં પરંતુ ત્રણ વખત આવ્યો છે. પ્રથમ વખત આવેલા મોરમાં થોડી ઘણી કેરીઓ બચી છે. પરંતુ બાદમાં સતત આવેલા કમોસમી વરસાદને કારણે ફાલ ખરી ગયો છે. મોર પ્રથમ ડિસેમ્બર માસમાં, બીજી વખત મોર ફેબ્રુઆરી માસમાં અને હાલ માર્ચમાં કમોસમી વરસાદને કારણે ત્રીજી વખત મોર બેઠો છે. વરસાદનાં કારણે મોર ખરી ગયો છે.
કેરીનાં ભાવ વધુ રહેવાની સંભાવનાં છે વરસાદનાં કારણે મોર ખરી ગયો છે. કેરીનું ઉત્પાદન ઓછું થશે. જેના કારણે કેરીનાં ભાવ બજારમાં રહેવાની સંભાવનાં છે. જોકે હજુ આગામી દિવસોમાં વરસાદ થશે તો કેરીનાં પાકને ભારે નુકસાન થવાની સંભાવનાં છે.