Home /News /bhavnagar /Bhavnagar: ગોહિલવાડમાં રવિ પાકનું વાવેતર શરૂ, સૌથી વધુ વાવેતર ક્યા પાકનું કરાયું!
Bhavnagar: ગોહિલવાડમાં રવિ પાકનું વાવેતર શરૂ, સૌથી વધુ વાવેતર ક્યા પાકનું કરાયું!
ચણા. ઘઉં. બાજરી સહિત ના પણ વાવેતર કરવામાં આવે છે
ગત વર્ષે ગોહિલવાડ પંથકમાં રવિ પાકનું 39,100 હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે હાલ આ વર્ષે 39,600 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે ગત વર્ષની સરખામણીએ ડુંગળીના વાવેતરમાં 4200 હેક્ટરનો વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 8000 હેક્ટરમાં થયું હતું જે વધીને આ વર્?
Dhruvik gondaliya Bhavngar : ભાવનગર જિલ્લામાં ખાસ કરીને મહત્તમ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, આ સિવાય ઘઉં ચણા શાકભાજી જુવાર મકાઈ ધાણા લસણ ઘાસચારો સહિત ભાવનગર જિલ્લામાં વાવેતર કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર 39,600 હેક્તરમાં થયું. ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ હાલ શિયાળુ ઠંડીનો આરંભ થઈ ચૂક્યો છે. ગોહિલવાડ પંથકમાં ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. હાલ રવિ પાકનું વાવેતર 39.600 હેક્ટરમાં થઈ ચૂક્યું છે.
ભાવનગર જિલ્લામાં ગત સપ્તાહે રવિ પાકનું વાવેતર 11,500 હેક્ટર થયું હતું જે હાલ વધીને 39.600 હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર થઇ ચૂક્યું છે. ભાવનગર જિલ્લામાં ખાસ કરીને મહત્તમ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. આ સિવાય ઘઉં ચણા શાકભાજી જુવાર મકાઈ ધાણા લસણ ઘાસચારો સહિત ભાવનગર જિલ્લામાં વાવેતર કરવામાં આવે છે.
ગત વર્ષે ગોહિલવાડ પંથકમાં રવિ પાકનું 39,100 હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે હાલ આ વર્ષે 39,600 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે ગત વર્ષની સરખામણીએ ડુંગળીના વાવેતરમાં 4200 હેક્ટરનો વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 8000 હેક્ટરમાં થયું હતું જે વધીને આ વર્ષે 12, 200 હેક્ટર થયું છે