મહુવા યાર્ડમાં કપાસનાં ભાવમાં તેજી જોવા મળી છે. કપાસનાં એક મણનાં રૂપિયા 1100થી લઇને રૂપિયા 1531 સુધીનાં ભાર રહ્યાં હતાં. તેમજ અન્ય જણસીનાં સારા ભાવ મળ્યાં હતાં.
મહુવા યાર્ડમાં કપાસનાં ભાવમાં તેજી જોવા મળી છે. કપાસનાં એક મણનાં રૂપિયા 1100થી લઇને રૂપિયા 1531 સુધીનાં ભાર રહ્યાં હતાં. તેમજ અન્ય જણસીનાં સારા ભાવ મળ્યાં હતાં.
Dhruvik gondaliya, Bhavnamgar: ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના 1100 રૂપિયાથી લઈને 1531 રૂપિયા સુધીના રહ્યાં હતાં.
આ જણસીનાં આટલા ભાવ રહ્યાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 118322 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 211 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 532 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 1289 કટ્ટાની આવક થઈ હતી, જેના મણના નીચા ભાવ 412 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 732 રૂપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 21090 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 491 રહ્યા હતા અને ઉંચા ભાવ 1661 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના 670 કટા ની આવક થઈ હતી જેના 20 કિલોના નીચા ભાવ 778 રહ્યા હતા અને ઊંચા ભાવ 983 રૂપિયા સુધીના રહ્યા હતા,