નાળિયેરીનાં ઝાડમાં સફેદ માખીનો રોગ આવ્યા છે. જે સર્પાકારમાં ઇંડા મુકે છે. શરૂઆતમાં નાળિયેરીના પાન પર ચીકણું, ચળકદાર અને ચોંટી જાય તેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. આ જીવાતથી પાકનો નાશ થતો નથી પરંતુ દેહધાર્મિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
નાળિયેરીનાં ઝાડમાં સફેદ માખીનો રોગ આવ્યા છે. જે સર્પાકારમાં ઇંડા મુકે છે. શરૂઆતમાં નાળિયેરીના પાન પર ચીકણું, ચળકદાર અને ચોંટી જાય તેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. આ જીવાતથી પાકનો નાશ થતો નથી પરંતુ દેહધાર્મિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
Dhruvik gondaliya, Bhavnagar: ગુજરાતમા; નાળિયેરીનું મોટા પ્રમાણમાં વાવેતર છે. તેમજ સારું ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાળિયેરીમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. નાળિયેરીનાં પાંદડામાં સફેદ જીવાન જોવા મળે છે. આજે સર્પકારમાં ઇંડા મુકે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકનો નાશ નથી કરતો પરંતુ તેની સામાન્ય દેહધાર્મિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર 20,932 હેકટર વિસ્તારમાં છે. નવસારી, વલસાડ, સુરત, જૂનાગઢ, કચ્છ અને ભાવનગર જિલ્લાઓમાં નવું વાવેતર થઇ રહ્યું છે. લોકો ધીરે ધીરે બાગાયત પાકો તરફ વળી રહ્યા છે.જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં નાળિયેરી મુખ્ય બાગાયત પાક છે. સમશીતોષ્ણ હવામાન ઘણું માફક આવે છે. ઉષ્ણતામાનમાં બહુ જ મોટા ફેરફાર ન થતાં જયાં ભેજનું પ્રમાણ બારેમાસ જળવાઈ રહેતું હોય તેવું હવામાન નાળિયેરીનાં ફાલ બેસવા માટે ઘણું જ અનુકૂળ છે. વિસ્તારનું સરેરાશ ઉષ્ણતાપમાન 21 સે. થી નીચે રહેતું હોય ત્યાં ઝાડનાં ફૂલના કોતરા નીકળવાનું બંધ થઈ જાય છે.
ઈંડા અવસ્થા આ જીવાતના ઈંડા આછા સફેદથી ઘાટા પીળા રંગના અને લંબગોળ આકારના હોય છે. જીવાતની માદા પાંદડાની નીચેની બાજુએ સમકેન્દ્રીય વર્તુળાકાર અથવા સર્પાકાર સ્વરૂપમાં ઈંડા મુકે છે. જે સફેદ ચીકણા દ્રવ્યથી ઢંકાયેલા હોય છે. ઘણી વખત આ જીવાતની માદા છોડ સિવાયની વસ્તુઓ જેવી કે ગાડી, બારી-બારણા તેમજ દીવાલની સપાટી ઉપર પણ ઈંડા મુકે છે.
અપરિપક્વ અવસ્થાઓઃ આ જીવાત પાંચ અપરિપક્વ અવસ્થામાંથી પસાર થાય છે. ઈંડામાંથી બહાર નીકળતી પ્રથમ અવસ્થા અતિ મંદ ગતિએ ચાલતી, ખોરાકની શોધમાં પોતાના સોય જેવા મોઢાના ભાગોથી છોડમાંથી રસ ચુસે છે. બાકીની અવસ્થાઓ સ્થાયી હોય છે જે છોડ ને નુકસાન પહોચાડતી નથી. બચ્ચા આછા પીળાથી સોનેરી પીળા કલરના હોય છે જે ઘાટું, સુતરાઉ મીણ જેવું દ્રવ્ય પેદા કરે છે, જેના તાંતણા સમય જતા પાંદડાની સપાટીને ઘેરી વળે છે.
પુખ્ત અવસ્થાઓ આ જીવાતના પુખ્ત કીટકો સામાન્ય સફેદમાખી કરતા અઢી ગણા મોટા અને સ્વભાવે આળસુ હોય છે. પાંખો ઉપર અનિયમિત આકારના આછા ભૂરા કલરના પટ્ટાની જોડ જોવા મળે છે.
નુકસાન આ જીવાતનો ઉપદ્રવ પાકનો નાશ નથી કરતો પરંતુ તેની સામાન્ય દેહધાર્મિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે. શરૂઆતમાં નાળિયેરીના પાન પર ચીકણું, ચળકદાર અને ચોંટી જાય તેવા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. જેના પર કાળી ફૂગનો વિકાસ થાય છે અને પ્રવાહી સુકાય જતા પાન કાળું દેખાય છે. જેના લીધે પ્રકાશસંલેષ્ણની પ્રકિયામાં અવરોધ ઉભો થાય છે.
સંકલિત વ્યવસ્થાપન: નાળિયેર માનવજીવનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. આથી આ જીવાતને એકલ દોકલ ખેડૂતો પોત પોતાની રીતે નિયંત્રણ ન કરતા સમૂહમાં નિયંત્રણના પગલા લેવામાં આવે તો ખુબ અસરકારક પરિણામો મેળવી શકાય છે. રસાયણિક દવાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. મુળ દ્વારા, રસાયણિક દવા નાળિયેર ઉતારી લીધા પછી જ આપવી . વધુમાં આ પ્રકારની જીવાત એક નવી પ્રજાતિની હોવાથી તે ઓછા ગાળામાં અને ખુબજ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ફેલાવા માટે સક્ષમ છે . છોડના પરિવહનના પરિણામે નવા સ્થળે આ જીવાતનો ફેલાવો થાય છે.
ખેડૂતોએ આટલુ કરવું ? - પ્રથમ તબ્બકે આ જીવાતના નિયંત્રણ માટે બગીચામાં ચોખ્ખાઈ રાખવી. પાણી સાથે ડિટરજન્ટ પાઉડર ભેળવી જેટ ગનનાં પ્રેશરથી પાન તથા થડ ઉપર છંટકાવ કરવો. સફેદ માખીને પકડવા માટે થડ પર પિળા રંગના ચીકણા કાગળ લગાવવા. 1 % સ્ટાર્ચ સોલ્યુશન નારિયેળનીના પાન પર લગાડવું, જે કાળી ફૂગના વિકાસને અટકાવશે. એન્કાર્સિયા નામની પરજીવી જીવાત તેમજ કાળા,લાલ પરભક્ષી દાળિયા કિટક સફેદમાખી અને તેમના બચ્ચાને ખાઈ જાય છે, તેનો ઉછેર કરવો. નારીયેળીના ઝાડ પર લીમડાનું તેલ 10 લીટર પાણીમાં 50 થી 70 મીલી છાંટવું. - જૈવિક જંતુનાશકો જેવી કે બ્યુવેરીયા બાસીયાના સફેદ ફૂગ 80 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો - નાની અવસ્થાના ઝાડમાં એસીટામીપ્રિડ 20 એસપી 5 થી 6 ગ્રામ અથવા ડાયફેન્થીયુરોન 50 ડબલ્યુપી ૧૫ ગ્રામ અથવા સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 15 થી 20 મીલી અથવા મિશ્રિત દવાઓ પાઈરીપ્રોક્ષીફેન બાયફેનથ્રીન 10 ઈસી 15 મીલી પૈકી કોઈ પણ એક રસાયણિક દવાપ્રતિ પંપ ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય એ રીતે છંટકાવ કરવો.