ભાવનગર : દિવાળીને આડે હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે ભાવનગરમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરનાં ચિત્રા આખલોલ જકાતનાકા નજીક આવેલા ઇન્દીરાનગર વિસ્તારનાં ચાર બાળકો ફટાકડા ફોડતા દાજ્યા છે. તમામ બાળકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરનાં ચિત્રા આખલોલ જકાતનાકા નજીક આવેલા ઇન્દીરાનગર વિસ્તારનાં ચાર બાળકો ફટાકડા ફોડતા દાજ્યા હતા. આ તમામ ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાળકોના નામ આ પ્રમાણે છે. કિશન મકવાણા (ઉંમર વર્ષ 5), વિક્રમ મકવાણા (ઉંમર 7 વર્ષ), યુવરાજ મકવાણા (ઉંમર વર્ષ 5), ધ્રુવ મકવાણા (ઉંમર વર્ષ 6) નામના માસુમ બાળકો ફટાકડાથી દાઝી ગયા છે. હાલ તમામ બાળકોનો બન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
ભાવનગર અકસ્માતમાં પાંચ લોકોના મોત
ભાવનગર - ધોલેરા માર્ગ પર અધેલાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અમદાવાદના વિરાટનગરનો પરિવાર પાલિતાણાથી દર્શન કરીને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના બાળક, પુરુષ, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો: બર્થડેના આગલા દિવસે જ ત્રણ વર્ષનો દીકરો પાણીની નીકમાં ડૂબ્યો આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે આવીને જરૂરી કામગીરી કરી હતી. આ ગમખ્વાર અકસ્માતને કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે આવીને જરૂરી કામગીરી કરી હતી.