Home /News /bhavnagar /બોટાદઃ લીબાળી ગામની પ્રા.શાળામાં વાલીઓની તાળાબંધી બાદ તંત્ર હરકતમાં આવ્યું

બોટાદઃ લીબાળી ગામની પ્રા.શાળામાં વાલીઓની તાળાબંધી બાદ તંત્ર હરકતમાં આવ્યું

બોટાદઃ ગઢડાના લીબાળી ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા શિક્ષકોને લઈ ગામના વાલીઓએ તાળાબંધી કરી હતી.

બોટાદઃ ગઢડાના લીબાળી ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા શિક્ષકોને લઈ ગામના વાલીઓએ તાળાબંધી કરી હતી, જ્યાં સુધી પૂરતા શિક્ષકો મૂકવામાં નહિ આવે ત્યાં સુધી આ શાળા બંધ રાખવામાં આવશે.

    બોટાદઃ ગઢડાના લીબાળી ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા શિક્ષકોને લઈ ગામના વાલીઓએ તાળાબંધી કરી હતી, જ્યાં સુધી પૂરતા શિક્ષકો મૂકવામાં નહિ આવે ત્યાં સુધી આ શાળા બંધ રાખવામાં આવશે અને આજુબાજુનાં ગામોની શાળાને પણ તાળાબંધી કરાશે એવી વાલીઓએ ચીમકી આપ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું. મીડિયાને અહેવાલ બાદ જિલ્લાના શિક્ષણાધિકારીઓએ
    ગામના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. શિક્ષણાધિકારીઓએ તરત જ 10 શિક્ષકોની વ્યવસ્થા કરી આપી.

    વધુ વિગત પ્રાપ્ત અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીબાળી ગામે ધો. 1થી 8 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 508 વિદ્યાથીઓ અભ્યાસ કરે છે તેમ જ 15 શિક્ષકોનું શેટપ આવેલું છે. છેલ્લાં 5 માસથી શાળામાં ફકત 6 શિક્ષકોથી અભ્યાસ ચાલે છે, એથી વિદ્યાથીઓ પૂરતો અભ્યાસ કરી શકતા નથી. આ મામલે ગામના વાલીઓએ શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓને
    લેખિત તેમજ મૌખિક અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પૂરતા શિક્ષકો મૂકવામાં નહિ આવતાં આજે લીબાળી ગામના વાલીઓ રોષે ભરાયા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી સવારથી શાળાને તાળાબંધી કરી હતી. જ્યાં સુધી પૂરતા શિક્ષકો મૂકવામાં નહિ આવે ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવશે તેમ જ આજુબાજુનાં ગામોની શાળાઓમાં પણ તાળાબંધીની ચીમકી વાલીઓ દ્વારા
    આપતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. મીડિયાના અહેવાલ બાદ જિલ્લાના શિક્ષણાઅધિકારીઓએ ગામના આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને તરત જ 10 શિક્ષકોની વ્યવસ્થા કરી આપી.
    First published:

    Tags: Botad, Primary School, ગુજરાત, ભાવનગર, શિક્ષણ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો