બોટાદ: બોટાદમાં હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. જૂની અદાવતમાં યુવકની હત્યા (Botad Murder) કરવામાં આવી છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટાદના ઠાકણિયા ગામમાં યુવકનું ગળું કાપી કરપીણ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા કરાયેલા હુમલામાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા છે. જૂની અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ છે. જ્યારે બોટાદ પોલીસે હત્યા કેસમાં તપાસ શરૂ કરી છે.
યુવાનનું ગળું કાપી હત્યા કરાતાં ચકચાર
બોટાદના ઢાકણીયા ગામે યુવાનનું ગળું કાપી હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. 30 વર્ષીય યુવક નવઘણભાઈ ઝાલાભાઈ જોગરણા ભરવાડની હત્યા કરાઇ છે. હુમલામાં અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર અને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુનાભાઈ જોગરણા અને તેજાભાઈ જોગરણાને ગંભીર ઇજાઓ પહોંચી છે. જૂની અદાવતમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બોટાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી બાજુ, બનાસકાંઠામાં પણ હત્યાની ઘટના સામે આવી છે. ધાનેરા તાલુકાના રવિ ગામે હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીને બોથડ પદાર્થ ઝિંકી હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પત્નીની હત્યાનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. પતિના મૃતદેહને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લવાશે. જ્યારે પત્નીના મૃતદેહને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડાયો છે.