Dhruvik gondaliya Bhavnamgar: ભાવનગર જિલ્લામાં મગફળી, તલ,ચણા, જીરુ, તુવેર,અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના 1330 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના રહ્યાં હતાં.
આ જણસીનાં આટલા ભાવ રહ્યાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 62066 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 50 રૂપિયા અને ઉંચા ભાવ 189 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 59548 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 185 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 331 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 1114 કટ્ટાની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ 440 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 801 રૂપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 19185 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 400 રહ્યા હતા અને ઉંચા ભાવ 1732 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 532 કટા ની આવક થઈ હતી જેના 20 કિલોના નીચાવા 600 રહ્યા હતા અને ઊંચા ભાવ 988 રૂપિયા સુધીના રહ્યા હતા.