Home /News /bhavnagar /ભાવનગર LCBને મળી મોટી સફળતા, 1000 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ભાવનગર LCBને મળી મોટી સફળતા, 1000 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ભાવનગર LCBને મળી મોટી સફળતા
ભાવનગર LCBને મોટી સફળતા મળી છે. LCB દ્વારા ભાવનગરના સનેસ નજીકથી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 1000થી વધું વિદેશી દારૂની પેટી હારિયાણાથી પોરબંદર પહોંચડવામાં આવી રહી હતી. હાલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર: ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતના થોડા દિવસોમાં બુટલેગરોની ખેપ તેજ બની ગઈ છે. આજે, ભાવનગરમાં LCB દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જણાવી દઈએ કે, વિદેશી દારૂથી ભરેલો ટ્રક હરિયાણાથી આવ્યો હતો. આ ટ્રકેને ભાવનગરના સનેસ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે.
LCB દ્વારા પકડી પાડવામાં આવેલા આ ટ્રકમાં અંદાજે 1000 કરતા વધારે પેટી ઈંગ્લીશ દારૂની પેટી મળી આવી છે. જણવવામાં આવી રહ્યું છે કે, આ વિદેશી દારૂ ટ્રક મારફતે હરિયાણાથી પોરબંદર લઈ જવામાં આવી રહ્યો હતો. ટ્રક લઈ જતા બે આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા ટ્રક અને આરોપીઓને વેળાવદર ભાલ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ટ્રકમાં દારૂના જથ્થાની ગણકરીલ કરવામાં આવતા, જાણવા મળ્યું હતું કે, તે ટ્રકમાં આશરે 1000 પેટી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.
જણાવી દઈએ કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. આ સાથે આવા ધંધા સાથે જોડાયેલા મોટા મગરમચ્છોને પણ ઝડપી પાડવામાં આવતા હોય છે. તેવામાં ચૂંટણી સમયે આ રીતે દારૂની ફેરાફેરી સામાન્ય બની રહી છે, તેવામાં રાજ્યની પોલીસ પણ આ મોટા ગજાના બુટલેગરોને પકડવામાં તનતોડ મહેનત કરી રહી છે. હાલ આ બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ માલૂમ પડશે કે, દારૂની ખેપ કોના માટે કરવામાં આવતી હતી.