Home /News /bhavnagar /Bhavnagar : ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં કુડાની પાયલબેને ગોલ્ડ જીત્યો, વાંચો અહેવાલ

Bhavnagar : ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં કુડાની પાયલબેને ગોલ્ડ જીત્યો, વાંચો અહેવાલ

એશિયાના 16 દેશ વચ્ચેની સ્પર્ધામાં 100 મીટરની દોડમાં ભાવનગર જિલ્લાનાં કુડાની દીકરીએ ગોલ્ડ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ભાવનગરનું નામ રોશન કર્યું છે.

એશિયાના 16 દેશ વચ્ચેની સ્પર્ધામાં 100 મીટરની દોડમાં ભાવનગર જિલ્લાનાં કુડાની દીકરીએ ગોલ્ડ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ભાવનગરનું નામ રોશન કર્યું છે.

  Dhruvik gondaliya, Bhavnagar : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા ગામ કુડાના વતની પાયલબેન કાનજીભાઈ બારૈયા એક પગથી દિવ્યાંગ છે. તેઓએ વિપરીત પરિસ્થિતિમાં પણ મક્કમ મન સાથે દોડીને એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે.


  નાનપણથી જ રમત ગમતમાં રુચિ
  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું એક નાનકડું એવું કુડા ગામમાં રહેતા અને અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ એટલું જ ધ્યાન આપતા અને વાડી વિસ્તારમાં રહેતા કે જ્યાં દોડવા માટે પણ કોઈ પણ પ્રકારનું મેદાન કે ગ્રાઉન્ડ પણ નથી. તેમ છતાં પાયલબેન કાનજીભાઈ બારૈયા જેઓ એક પગથી ફીઝીકલ હેંડીકેપ છે. તેમ છતાં નાનપણથી જ રમત ગમતમાં રુચિ ધરાવતા હતા.

  આ પણ વાંચો: ક્રુઝમાં ગોવા જવાના સપના રોળાયા, ગઠિયાએ લાખો રૂપિયા પડાવી હાથ અધ્ધર કરી દીધા

  16 દેશનાં ખેલાડીએ ભાગ લીધો હતો
  એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા પાંચમી દિવ્યાંગ રમતનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. જેમાં પાયલબેન કાનજીભાઈ બારૈયાએ પહેલા નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ \"એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા\" દ્વારા જ ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકનું આયોજન કંબોડીયા ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં પણ પાયલબેન દ્વારા પહેલો નંબર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કંબોડીયામાં એશિયાના 16 દેશ વચ્ચે આ સ્પર્ધા હતી. જેમાં “સી” ગ્રૂપમાં 100 મીટર દોડમાં પાયલબેન ગોલ્ડ મેડલ તેમજ 200 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
  First published:

  Tags: Bhavnagar news, Gold Medal, Local 18, Olympics

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો