Home /News /bhavnagar /ગુજરાત પર માવઠાનો માર! ભાવનગરના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો, ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાત પર માવઠાનો માર! ભાવનગરના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો, ખેડૂતોની ચિંતામાં વધારો
ભાવનગરમાં માવઠું
Gujarat Weather Updates: રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જોકે, તેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમીની આગાહી હતી જેના બદલે સૌરાષ્ટ્રના ભાવગનગમાં કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠું થવાથી ખેડૂતો અને ચિંતિત થયા છે. જેમણે પોતાનો તૈયાર થયેલો પાક યાર્ડમાં મૂક્યો છે તેમને પર તે પલળી જવાની ચિંતા સતાવી રહી છે.
ભાવનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરના કેટલાક ભાગોમાં સવારમાં માવઠું થયું છે. કેટલાક ભાગોમાં માવઠાના કારણે રસ્તાઓ ઉપરથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેની સામે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું માવઠું થયું છે. ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે માવઠું થયું હતું.
કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. માવઠાના લીધે રવિ પાકને નુકસાન થવાની ચિંતા ઉભી થઈ છે. ખેડૂતોને ચણા, જીરુ, રાયડાના પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. માવઠાના કારણે યાર્ડમાં સંગ્રહિત અને બહાર પડેલા તૈયાર પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. આ સિવાય ડુંગળીના પાકને પણ નુકસાન થઈ શકે છે.
અંબાલાલ પટેલેની બર્ફીલી ઠંડીની આગાહી
અંબાલાલે તેમણે કહ્યું કે, તારીખ 28, 29 અને 30 જાન્યુઆરીમાં માવઠું થવાની શક્યતા છે. જેમાં પંચમહાલ, વડોદરા, મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ માવઠું થઈ શકે છે. માવઠાની અસર વડોદરા, પંચમહાલની સાથે અમદાવાદના ભાગો સુધી થઈ શકે છે.
જોકે, આગાહીથી અલગ સૌરાષ્ટ્રમાં માવઠું થયું છે. તેમણે આગાહી કરીને એ પણ જણાવ્યું હતું કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છાંટા પડવાની પણ સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીમાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.