ઉનાળાની ગરમી પડવા લાગી છે. પરિણામે લીંબુની માંગ વધી છે. તેની સામે લીંબુની આવક ઓછી છે. માંગ વધતા ભાવમાં વધારો થયો છે. બજારમાં એક કિલો લીંબુનાં 200 રૂપિયા ભાવ છે.
ઉનાળાની ગરમી પડવા લાગી છે. પરિણામે લીંબુની માંગ વધી છે. તેની સામે લીંબુની આવક ઓછી છે. માંગ વધતા ભાવમાં વધારો થયો છે. બજારમાં એક કિલો લીંબુનાં 200 રૂપિયા ભાવ છે.
Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગરમાં માવઠાના માહોલ બાદ હવે ઉનાળાની ગરમીનો આરંભ થયો છે, ત્યારે બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ભાવનગરની બજારમાં લીંબુના એક કિલોના ભાવ રૂપિયા 200ને આંબી ગયા છે.
માંગ વધુ અને આવક ઓછી થઇ
ભાવનગર શહેરમાં હવે ઉનાળાની ગરમીનો આરંભ થયો છે અને તાપમાન બપોરે 34 ડિગ્રીથી વધુ રહેવા લાગ્યં છે. ઉપરાંત રમજાન માસનો પણ આરંભ થયો હોય લીંબુની માંગ વધી છે. લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. કારણ કે, બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે, જેની સામે માંગમાં વધારો થયો છે. પરિણામે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે. લીંબુના ભાવમાં વધારો થતા બજેટ ખોરવાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. એક મહિનામાં લીંબુના ભાવમાં પાંચ ગણો વધારો થયો ભાવનગર શહેરમાં હજુ તો એક મહિના પહેલા લીંબુના ભાવ કિલોના રૂપિયા 40 હતા. આ ભાવ વધીને હાલ કિલોના રૂપિયા 200 થયા છે. આમ લીંબુના ભાવમાં કિલોએ પાંચ ગણો વધારો થયો છે. ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ભાવનગર શહેરની મુખ્ય બજારમાં અનાજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વગેરેના ભાવ વધી રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.