Home /News /bhavnagar /ભાવનગર SOGનું સફળ ઑપરેશન, 1.39 કરોડ રૂપિયાની નકલી નોટોનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું

ભાવનગર SOGનું સફળ ઑપરેશન, 1.39 કરોડ રૂપિયાની નકલી નોટોનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું

ભાવનગર SOGનું સફળ ઑપરેશન

Bhavnagar SOG successful operation:ભાવનગર SOG દ્વારા સફળ ઑપરેશન પાર પાડવામાં આવ્યું છે. SOG દ્વારા 1.39 કરોડ રૂપિયાની નકલી નોટોનું મસમોટું કૌભાંડ ભાવનગરના ભરતનગરમાંથી પકડવામાં આવ્યું. આરોપીઓ ઘરની અંદર જ નોટોનું છાપકામ કરતા હતા.

ભાવનગર: ભાવનગર SOG દ્વારા સફળ ઑપરેશન પાર પાડવામાં આવ્યું છે. SOG દ્વારા કરોડોની નકલી નોટ સાથે 5ની ધરપકડ કરવામાં આવી છે. 1.39 કરોડ રૂપિયાની નકલી નોટોનું મસમોટું કૌભાંડ ભાવનગરના ભરતનગરમાંથી પકડાયું છે. ભાવનગરમાંથી આટલા મોટા જથ્થામાં પહેલીવાર જાલી નોટ ઝડપાઈ આવ્યાની ઘટના બની છે. પોલીસ તંત્ર પણ આટલા મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટો પકડાવાથી હેરાન છે.

શોર્ટ કટ પદ્ધતિથી કરોડપતિ બનાવા માગતા હતા


નકલી નોટની ડિલીવરી લેવા આવેલા એક શખ્સને પણ એસઓજી પોલીસે ઝડપ્યો પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ઘરની અંદર જ નોટોનું છાપકામ કરતા હતા. આરોપીઓ શોર્ટ કટ પદ્ધતિથી કરોડપતિ બનવાના સપના સાથે આ પાંચેય શખ્સોએ નકલી નોટનો કારોબાર શરૂ કર્યો હતો. પરંતુ ભાવનગર એસઓજીના સકંજામાંથી છટકી શક્યા નહીં. અને ભાવનગર એસઓજી પોલીસે તેમની ધરપકડ કરીને નકલી નોટોના કારોબારને બંધ કરાવી દીધો હતો.

આ પણ વાંચો: બાળક તસ્કરીની આશંકાએ લોકોએ ત્રણ મહિલાઓને ઢોર માર માર્યો

પુછપરછમાં અન્ય ત્રણ લોકોના નામ પણ સામે આવ્યા


વિગતો પ્રમાણે એક શખ્સને જાલી નોટોની ડીલીવરી દેવાની હતી તેવા સમયે જ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. પોલીસની રેડમાં નકલીના સોદાગરો બે હજારની નકલી નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન તેમજ રોકડ રૂપિયાનાં મુદ્દા માલ સાથે પકડાઈ ગયા હતા. પોલીસની પુછપરછમાં અન્ય ત્રણ લોકોના નામ પણ સામે આવ્યા છે. પાલીસે એ તમામને સકંજામાં લેવા કામગીરી હાથ ધરી છે. આ અગાઉ પણ ભાવનગરમાંથી અનેક વખત જાલી નોટો સાથે લોકો પકડાઈ ચૂક્યા છે.


ગુજરાતમાં નકલી નોટોના કારોબારમાં વધારો


ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ નકલી નોટો પકડાવાની ઘટનાઓ વઘવા લાગી છે. દિન-પ્રતિદિન નકલી નોટોના કારોબારમાં વધારો થવા લાગ્યો છે. અગાઉ સુરત અને રાજકોટમાંથી પણ મોટા પ્રમાણમાં નકલી નોટો પકડાઈ હતી. પરંતુ તે નોટો કોઈ ફિલ્મના શૂટીંગ માટે લાવવામાં આવી હતી. ત્યારે આવી ઘટનાઓમાં પોલીસ પણ પોતાની કામગીરી બખુબી નિભાવી રહી છે, અને આરોપીઓની અટકાયત કરી રહી છે.
First published: