નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગર (Bhavnagar) જિલ્લાના શિહોરમાં (Shihor) ટાણા (Tana Village) ગામે આજે એક હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના સામે આવી છે. અહીંયા એક કાર ચાલકે દર્શનાર્થીઓને (Devotee Death) ટક્કર મારી અને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ હિટ એન્ટ રનમાં બે બાળકોના (Two Children Died) કરૂણ મોત થયા છે. ટાણા ગામે આજે જનમાષ્ટમીનો (Janamashtmi) તહેવાર માતમમાં ફરેવાઈ ગયો છે. આજે શિતળા સાતમના પર્વે દેવદર્શને જઈ રહેલા દર્શનાર્થીઓ પર એક અજાણ્યા કાર ચાલકે કારની ટક્કર મારી હતી. કાર ચાલકે ટક્કર મારી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો.
બનાવની વિગતો એવી છે કે શિહોરના ટાણા ગામે આજે એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક ચાર ચાલકે દર્શનાર્થીઓને ટક્કર મારી હતી. આ ટક્કર મારતા નાસભાગ મચી હતતી જેમાં 10 વર્ષની તૃપ્તીબહેન સમુખભાઈ બારેયા ઉમર વર્ષ 10 અને તથા દિવ્યેશ વિજય ભાઈ બારેયા ઉ.વર્ષ 5નું ઘટના સ્થળે મોત થયું હતું.
અન્યોને ઈજા પહોંચાડી અને કાર ચાલક ફરાર થયો હતો જ્યારે ટોળાએ તેનો પીછો કર્યો હતો. આ હિટ એન્ડ રનમાં બે મહિલાઓને ગંભીર ઈજા પહોંચી હતી જે પૈકીની એક યુવતી હતી તેને માથાના ભાગે અને પગમાં મૂઢ માર નીકળતા લોહિયાળ ઈજાઓ થઈ હતી.
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે શિહોરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે મૃતક બાળકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ જનમાષ્ટમીના તહેવારે દર્શને જઈ રહેલા આ બે બાળકોને મોત મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો ત્યારે તેનો પીછો કરી અને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ કાર ચાલકની તજવીજ શરૂ કરી છે જ્યારે એક જ પરિવારના બે બાળકોના કરૂણ મોતને પગલે તહેવારમાં માતમ છવાઈ ગયો છે.