આજે આપણે મુલાકાત કરીશું ભાવનગરના એક એવા પ્રગતિશીલ પશુપાલક કે જે ગીર ગાયના (Gir Cow) દૂધથી મહિને કમાઈ છે નેવું હજાર રૂપિયા (90000) રામપરા ગામના વતની અર્જુનભાઇ ચોપડા ગીર ગાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને 10 જેટલી ગીર ગાય રાખે છે. મુલાકાત દરમિયાન અર્જુનભાઇ પાસેથી જાણવા મળ્યું કે તેઓ આ વ્યવસાય સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયેલા છે. વધુમાં અનુભવો જણાવતાં અર્જુનભાઇ કહે છે કે ગીર ગાય બીજા દૂધ આપતાં પશુની સરખામણીએ ઘણી વધુ મહત્વ ધરાવે છે.ગીર ગાય બીજી ગાય કરતા વધુ દૂધ ઉત્પાદન કરે છે અને અર્જુનભાઇ જણાવે છે કે ગીર ગાય સવારે 40 લીટર અને સાંજે 40 લીટર દૂધ ઉત્પાદન કરે છે. બીજું અર્જુનભાઇ જણાવે છે કે તેમના દીકરાને તબિયત સારી ના રહેતી અને દવા શરૂ રાખવી પડતી પરંતુ એક ડોકટરે કહ્યું કે તમેં ગાયનું દૂધ ખવડાવવાનું શરૂ કરો અને ત્યાર બાદ અર્જુનભાઇએ આ પ્રયોગ કરવાથી 100% પરિણામ મળ્યું છે.
દૂધ નો ઉપયોગ વિશે જણાવે છે કે ગીર ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોવાથી તેમનું દૂધ તેમની જ શાળામાં હોસ્ટેલના બાળકોને રોજ આપવામાં આવે છે.જેનાથી બાળકો કદાચ ઘરે ગાયનું દૂધ ના ખાઈ શકે પરંતુ હોસ્ટેલમાં ખાઈ શકે છે.
અર્જુનભાઇ દૂધ આપવાની સાયકલ વિશે જણાવે છે કે ગીર ગાયની દૂધ આપવાની સાયકલ 7-8 મહિના ચાલે છે અને દેશી ગાયની 4-5 મહિના ચાલે છે એટલે દૂધ આપવાની સરખામણીએ પણ ગીર ગાય વધુ ઉપયોગી છે. ગીર ગાય બાજુ લોકોને પ્રેરિત કરવા માટે અર્જુનભાઇ જણાવે છે કે અત્યારે જે પશુપાલન કરે છે તેઓએ તો ફરજિયાત ઓછામાં ઓછી એક ગીર ગાય રાખવી જોઈએ કારણ કે અત્યારે આ ગાય ખૂબ ઓછા લોકો રાખે છે.ગીર ગાયનું દૂધ પણ ગુણવત્તા વાળું અને ગાય દોહવામાં પણ શાંત સ્વભાવની હોય છે.અત્યારે હાલ ઘણા લોકો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા છે તો એ લોકો ગૌમૂત્ર નો છંટકાવ ખેતીમાં કરે છે.