Home /News /bhavnagar /ભાવનગર: યુવાનને પ્રેમ સંબંધ ભારે પડ્યો, 'પ્રેમ સંબંધ પૂર્ણ કર્યો, તોએ યુવતીના 4 ભાઈઓએ મારમાર્યો'

ભાવનગર: યુવાનને પ્રેમ સંબંધ ભારે પડ્યો, 'પ્રેમ સંબંધ પૂર્ણ કર્યો, તોએ યુવતીના 4 ભાઈઓએ મારમાર્યો'

પ્રતિકાત્મક તસવીર

માલણકા ગામનાં યુવાનને ગામની જ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, યુવતીના ભાઈઓએ સમાધાન કરવાના બહાને વાડીએ બોલાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

    નીતિન ગોહેલ, ભાવનગર : સમાજમાં લગ્ન પહેલા પ્રેમ સંબંધને પહેલાના સમયમાં ગેરમાન્ય માનવામાં આવતો હતો, અને આજના સમયમાં પણ કેટલાક લોકો હજુ સ્વાકારી શકતા નથી. આવો જ કિસ્સો ભાવનગર જીલ્લાના વરતેજના માલણકા ગામમાં સામે આવ્યો છે, અહીં એક યુવાનને પ્રેમ સંબંધ કરવો ભારે પડ્યો છે, ૪ શખ્સોએ હુમલો કરી માર મારી જાનથી મારવાની ધમકી આપી છે. આ મામલે યુવકે હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

    ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતાં માલણકા ગામનાં યુવાનને ગામની જ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતની દાઝ રાખી યુવતીના ભાઈઓએ યુવાનને માર મારી જાનથી મારી નાખવની ધમકી આપતાં ઈજાગ્રસ્ત યુવાને પોલીસનું શરણું લીધું છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં પોલીસ સમક્ષ ૪ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો - પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

    વિગતે ઘટનાની વાત કરીએ તો, માલણકા ગામમાં રહેતા યુવાનને ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાબતની દાઝ રાખી યુવતીના ભાઈઓએ યુવાનને માર મારી જાનથી મારી નાખવની ધમકી આપવામાં આવી છે. માલણકા ગામે રહેતો અને નિર્મળનગરમાં આવેલી હિરાની ઓફીસમાં કામ કરતો મહેશ વશરામ બારૈયાએ (ઉ.વ.૨૨) વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતી એક યુવતી સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. જેમાં યુવતીના ભાઈઓ સાગર મંગા બારૈયા, વિપુલ ગોરધન, વિક્રમ બારૈયા તથા ગોપાલ ભુપત બારૈયાને પસંદ ન હોવાથી થોડા સમય પૂર્વે જ અમે બંનેએ આ પ્રેમ સંબંધ પૂર્ણ કરી નાખેલો.

    આ પણ વાંચોસુરત : શહેરીજનો તાપી નદી કિનારે જતા પહેલા ચેતજો, નદીમાં ફરી રહ્યા મગર, Video - વરાછામાં શ્વાનનો કર્યો શિકાર!

    તેણે પોલીસને કહ્યું કે, આરોપીઓ સાગર, વિપુલ, વિક્રમ તથા ગોપાલે સમાધાનના બહાને મને વાડીએ બોલાવી ઝઘડો કરી ગેરકાયદે મંડળી રચી હથિયારો વડે હુમલો કર્યો, અને ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં પોલીસ સમક્ષ ૪ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Published by:Kiran Mehta
    First published:

    Tags: Bhavnagar news, Love story