Home /News /bhavnagar /ભાવનગર : સિહોરમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, બે અલગ-અલગ જગ્યાથી વિદેશી દારૂ જપ્ત
ભાવનગર : સિહોરમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, બે અલગ-અલગ જગ્યાથી વિદેશી દારૂ જપ્ત
ભાવનગરમાં વિદેશી દારૂ જપ્ત
કાર ઉભી રાખવાનું જણાવતા કારના ચાલકે પોલીસને ચકમો આપી કાર ભગાડી મુકતા પોલીસે કારનો પીછો કર્યો હતો જેને લઇ રાત્રિના ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં કુતુહલતા છવાઇ હતી
નીતિન ગોહેલ, ભાવનગર : ભાવનગર જીલ્લાનાં સિહોર ગામે સિહોર પોલીસ ગત રાત્રિના કરફ્યુ અનુસંધાને વાહન ચેકીંગમાં ટાવર ચોક પાસે હતો તે વેળાએ શંકાસ્પદ જણાતી એક્સયુવી કારને અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોલીસ ને નિહાળી કાર ભગાડી મુકતા પોલીસે કારની પાછળ પીછો કરતા ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન વળાવડ ફાટક પાસે શખસ કાર મુકી ફરાર બનતા પોલીસે કારનો કબજો લઇ તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે કબજે લઇ અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ મથકના પી.આઇ. સહિતનો પોલીસ સ્ટાફ ગત રાત્રિના અરસા દરમિયાન ટાવર ચોક પાસે માસ્ક એન.સી. ડ્રાઇવ વાહન ચેકીંગમાં હતો તે વેળાએ પસાર થતી મહેન્દ્રા એક્સયુવી નં.જીજે-૦૪-બી.ઇ-૭૦૨૨ના ચાલકને કાર ઉભી રાખવાનું જણાવતા કારના ચાલકે પોલીસને ચકમો આપી કાર ભગાડી મુકતા પોલીસે કારનો પીછો કર્યો હતો જેને લઇ રાત્રિના ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં કુતુહલતા છવાઇ હતી. દરમિયાન રાજકોટ રોડ પર આવેલ વળાવડ ફાટક પાસે ટ્રાફિક જણાતા કાર છોડી ચાલક ફરાર બન્યો હતો.
આ દરમિયાન દરમિયાન સિહોર પોલીસે કારનો કબજો મેળવી તલાશી લેતા કારમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂ મુનવોલની ૧૧ પેટી (૧૩૨ બોટલ), મેગડોવલ નં.૧ની પાંચ પેટી (૬૦ બોટલ) તેમજ કિંગફીચર બિયરની ૪ પેટી (૯૬ ટીન) મળી આવતા પોલીસે વિદેશી દારૂ, બિયર, એક્સયુવી કાર મળી કુલ ૫,૬૫,૮૦૦નો મુદ્દામાલ કબજે લઇ ફરાર બુટલેગર સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
ચિત્રા જીઆઈડીસી પ્લોટમાંથી પણ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
બીજીબાજુ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચિત્રા જીઆઇડીસી પાસે ખાનગી બાતમી મળેલ કે એક ઈસમ પ્લોટ ભાડે રાખી ઈંગ્લીશ દારૂનો જથ્થો રિક્ષામાં હેરફેર કરે છે. જેથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-803 કીમત રૂપિયા 2,40,900/- તથા બે રીક્ષા, મોબાઈલ સહિત કુલ કીમત રૂપિયા 3,45,900/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી લીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ સ્ટાફનાં માણસોને હકિકત મળેલી કે, પ્રવિણ ઉર્ફે બાડો શામજીભાઇ રાઠોડ રહે.ઉત્તર કૃષ્ણનગર, વણકરવાસ, ભાવનગર વાળાએ ચિત્રા, જીઆઇડીસી પાટા પાસે આવેલ કૈલાશ કવોરી નામે ઓળખાતી જગ્યામાં આવેલ ગુજરાત ગેસ પાસે આવેલો પ્લોટ ભાડે રાખી તેનાં કબ્જા-ભોગવટાનાં પ્લોટમાં આવેલ ઓરડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી રાખેલો છે. જે ઇંગ્લીશ દારૂનો જથ્થો પ્લોટમાં રાખી માલવાહક રીક્ષાઓમાં હેરફેર કરવાની તૈયારી કરે છે. જે જગ્યાએ રેડ કરતાં ત્યાંથી તેનાં કબ્જા-ભોગવટાની ઓરડીમાંથી તથા ખુલ્લા પ્લોટમાં પડેલ રીક્ષામાંથી અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક 750ML કાચની બોટલ નંગ-803 કીમત રૂ.2,40,900/- નો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્લોટમાંથી ઇંગ્લીશ દારૂનાં હેરફેર માટે રાખેલ માલવાહક રીક્ષા-2 કીમત રૂપિયા 1,00,000/- તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ-1 કીમત રૂપિયા 5,000/- મળી કુલ રૂ.3,45,900/- નો મુદ્દામાલ જપ્ત કરાયો કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.