આ અંગે મળતી વિગતો મુજબ સંજય ઉર્ફે સંજુ મુકેશભાઇ મકવાણા (ખેડૂતવાસ) વાળા પોતાના ઘર પાસે મિત્રને થયેલ મારામારીમાં હોસ્પિટલ દાખલ હોય ખબર કાઢી તા.૨૮ના રોજ રાત્રે પરત જતા હતા દરમિયાન ક્રેસન્ટથી શિશુવિહાર તરફ જવાના રસ્તે ચાઇનીઝની દુકાન પાસે અજય ઉર્ફે રવજીભાઇ દવે, અભય રવજીભાઇ દવે અને સન્ની શામજીભાઇ મકવાણાએ મોટરસાયકલ અટકાવી ગાળો દેતા ના પાડતા અજયે છરો કાઢી હાથ પર ઇજા પહોંચાડી હતી. જ્યારે સ્થળેથી સામેની ગલીમાં ભાગતા સન્નીએ ધોકાનો ઘા કરી પછાડી દઇ ત્રણે શખસોએ છરી, ધોકા વડે પગના ભાગે માર મારી ગંભીર ઇજા ઓ પહોંચાડી હતી અને બંને પગે ફેક્ચર કરી નાખ્યું હતું.
આ દરમિયાન દેકારો થતા ત્રણે શખસોએ હવે જો માથાકુટ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતાં. બનાવ અંગે સંજયએ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ત્રણે શખસો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા, વધુ તપાસ હાથ ધરી હતી.