Home /News /bhavnagar /જુનિયર ક્લાર્રની પરીક્ષાનું પેપર મોકૂફ થતાં ભાવનગરની યુવતીએ પી લીધી ઝેરી દવા, હાલત ગંભીર

જુનિયર ક્લાર્રની પરીક્ષાનું પેપર મોકૂફ થતાં ભાવનગરની યુવતીએ પી લીધી ઝેરી દવા, હાલત ગંભીર

પ્રતિકાત્મક તસવીર

Paper leak update: હાલ પાયલ બારૈયા હોસ્પિટલનાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. ત્યારે આ પગલાને કારણે પરિવાર અને સંબંધીઓમાં પણ આક્રોશ અને દુખનો માહોલ છવાયો છે.

Gujarat junior clerk exam: ગુજરાતમાં પંચાયત વિભાગ દ્વારા 29 જાન્યુઆરી 2023ના રોજ યોજનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કારણે મોકૂફ કરવામાં આવ્યુ હતુ. જુનિયર ક્લાર્કની નોકરી માટે રાજ્યભરમાંથી 9 લાખ પરીક્ષાથીઓ પરીક્ષા આપવાના હતા. ત્યારે રાજ્યભરમાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે બીજી બાજુ ભાવનગરની વિદ્યાર્થિનીએ પરીક્ષા મોકૂફ થતા ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘોઘા તાલુકાના હાથબ ગામની યુવતીએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

હાથબ ગામની 21 વર્ષિય પાયલબેન કરસનભાઈ બારૈયાએ ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુવતીએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પરીક્ષાનું પેપર લીક થઈ જતા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આ યુવતીએ દિવસ રાત મહેનત કરી હતી. પરંતુ જે પરીક્ષા આપવાની હતી તે દિવસે જ પરીક્ષા મોકૂફ કરવામાં આવતા તેમને ઘણું મન પર લાગી ગયુ હતુ. જેના કારણે આવું પગલું ભર્યું હતું.

આ પણ વાંચો: 11 બેંક ખાતામાંથી 1400 કરોડની લેવડદેવડ

મળતી માહિતી પ્રમાણે, આ યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પાયલ બારૈયા હોસ્પિટલનાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. ત્યારે આ પગલાને કારણે પરિવાર અને સંબંધીઓમાં પણ આક્રોશ અને દુખનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: બસ ચાલકને આવ્યો હાર્ટ એટેક

પેપર લીક થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપકુમારે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, "ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ની જાહેરાત ક્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર)ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. આ મોકૂફ રાખવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે."
First published:

Tags: ગુજરાત, ભાવનગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો