Home /News /bhavnagar /Bhavnagar : ઉનાળું વાવેતરમાં ભાવનગર જિલ્લો અગ્રેસર, બાજરીનું સૌથી વધુ વાવેતર

Bhavnagar : ઉનાળું વાવેતરમાં ભાવનગર જિલ્લો અગ્રેસર, બાજરીનું સૌથી વધુ વાવેતર

X
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. જિલ્લામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થયું છે.

ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. જિલ્લામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થયું છે.

    Dhruvik gondaliya, Bhavnagar : ભાવનગર જિલ્લામાં ઉનાળામાં મગફળી, બાજરી અને તલનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળાનાં આ મુખ્ય પાક છે. જિલ્લાનાં ઉનાળુ વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે. ત્યાર સુધીમાં કુલ વાવેતર 51,700 હેકટરમાં થયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. ભાવનગર જિલ્લામાં ઘાસચારાનું વાવેતર 20,000 હેકટરમાં થયું છે. માર્ચના આરંભે ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 18,400 હેકટર હતુ. હવે વધીને 51,700 હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ઼ કુલ વાવેતર 5900 હેકટર થઇ ગયું છે.


    બાજરીનું વાવેતર સૌથી વધુ
    જિલ્લામાં ઉનાળુ વાવેતર શરૂ થયું છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બાજરીનું વાવેતર નોંધાયું છે. ત્યારબાદ મગફળી, મગ અને ડુ઼ગળીનું વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત ઘાસચારો અને શાકભાજીનું વાવેતર પણ વધ્યું છે. હાલ ઉનાળું પાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ બાજરીના પાકનું વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં ઉનાળું પાકમાં મુખ્યત્વે મગફળી અને ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લામાં તલના પાકનું વધુ વાવેતર નોંધાયું છે. ત્યારબાદ ઘાસચારાનું વાવેતર નોંધાયું છે અને શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.


    રાજ્યમાં મગફળીનાં કુલ વાવેતરનું 26 ટકા વાવેતર ભાવનગરમાં
    ગુજરાત રાજ્યમાં ઉનાળુ વાવેતરમાં માર્ચના આરંભે મગફળીનું કુલ વાવેતર 31,100 હેકટરમાં થયું છે. તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 7900 હેકટરમાં થયું છે. એટલે કે 25.40 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. આમ પણ દર વર્ષે ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લો મગફળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રતાક્રમે હોય છે. મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં ભાવનગર જિલ્લો આ વખતે પણ પ્રથમ ક્રમે રહ્યો છે.
    First published:

    Tags: Bhavnagar news, Local 18