Home /News /bhavnagar /Gujarat Assembly Elections: વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઇ સીઆર પાટીલે કાર્યકર્તાઓને વિચારતા કરી દીધા

Gujarat Assembly Elections: વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઇ સીઆર પાટીલે કાર્યકર્તાઓને વિચારતા કરી દીધા

ભાવનગરમાં આજે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં પેજ સમિતિનાં લોકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું.

ભાવનગરમાં આજે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં પેજ સમિતિનાં લોકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સી.આર.પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

નીતિન ગોહેલ, ભાવનગર: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ શનિ/રવિ બે દિવસ ભાવનગર આવી પહોંચ્યા હતા. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત આજે અહીં બાઇક રેલી તથા રોડ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ શહેરનાં જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી પૂર્વે કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવામાં આવ્યો હતો. સાથે-સાથે આપ અને કોંગ્રેસ પર પાટીલે આકરા પ્રહાર કર્યા હતા.

ભાવનગરમાં આજે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં પેજ સમિતિનાં લોકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સી.આર.પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સી.આર.પાટીલે કેજરીવાલ દ્વારા રેવડી કલ્ચર એટલે કે મફત આપવાની કરેલી વાતને મામલે જણાવ્યું હતું કે, કેજરીવાલ મહંમદ છેલ એટલે કે જાદુગર છે, આમ કેજરીવાલની સરખામણી જાદુગર સાથે કરી હતી.

આ પણ વાંચો- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર મોટું સંકટ આવશે

કેજરીવાલે સુરતમાં 7 બેઠક જીતવાની કરેલી વાતનાં મામલે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, હજુ ખાતું તો ખોલવા દયો પછી વાત કરીશું. તેમ કહી ચાલતી પકડી હતી. તેમને કાર્યકરો અને ટિકિટ વાંચ્છુકોને કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખને નાતે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવનો મારો કોઈ રોલ નથી. આ કામ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ કરશે. માટે કોઈને ટિકિટ ના મળે તો ખોટું લગાડશો નહીં. તેમ કહી અનેકને વિચારતા કરી દીધા હતા.

આ પણ વાંચો- ભાજપ MLA શશિકાંત પંડ્યાએ જેહાદીઓને ચેતવણી આપતા કહ્યું, ડીસા આગ પર બેસેલુ છે

સી.આર.પાટીલે આજે ભાવનગરમાં રોડ-શો પણ કર્યો હતો. આ રોડ-શોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સંસદ સભ્ય ભારતીબેન શીયાળ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી આર.સી. મકવાણા તેમજ જિલ્લાનાં ધારાસભ્યો અને આગેવાનો હાજર રહ્યાં હતા. આ પેજ સમિતિના સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
First published:

Tags: Assembly Election 2022, Assembly elections, C.R Patil, ગુજરાત, ભાવનગર