Home /News /bhavnagar /ભાવનગર: ગાડી અને આઈસર વચ્ચે અકસ્માત, કારનું પડીકું વળી ગયું, 4 લોકોનાં મોત

ભાવનગર: ગાડી અને આઈસર વચ્ચે અકસ્માત, કારનું પડીકું વળી ગયું, 4 લોકોનાં મોત

ગાડી અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ 4 લોકોનાં મોત નિપજ્યા છે.

Bhavnagar Accident: તળાજા નેશનલ હાઇવે પર શેત્રુંજી પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાડી અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ 4 લોકોનાં મોત નિપજ્યા છે.

ભાવનગર: તળાજા નેશનલ હાઇવે પર શેત્રુંજી પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાડી અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ 4 લોકોનાં મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.

કાર અને આઇસર વચ્ચે ભયંકર ટક્કર થતાં ચાર લોકોનો ભોગ લેવાયો છે. ટક્કર એટલી ભયંકર હતી કે કારનું પડીકું વળી ગયું છે. તસવીરોમાં જોઇ શકાય છે કે, કારનો આગળનો ભાગ જાણે પડીકાની જેમ વળી ગયું છે. આ ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.


આ પણ વાંચો: નવરાત્રીમાં પીધેલાઓને પકડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, શોખીનોમાં ફફડાટ

કારનું પડીકું વળી જતાં મૃતકોની લાશ બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતનો ભોગ બનનાર મહિલા અને યુવક મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે હાલ પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માતનું કારણ અકબંધ છે.
First published:

Tags: Accident News, Bhavnagar news, Gujarat News