Home /News /bhavnagar /ગોપાલ ઈટાલિયાની ભાવનગર પોલીસ દ્વારા અટકાયત બાદ જામીન પર છૂટકારો

ગોપાલ ઈટાલિયાની ભાવનગર પોલીસ દ્વારા અટકાયત બાદ જામીન પર છૂટકારો

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરી જાણકારી આપી છે.

Gopal Italia: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે અટકાયત બાદ જામીન આપી મુક્ત કરાયા છે.

ભાવનગર: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હતી. ભાવનગર પોલીસે અટકાયત કરી હોવાનો દાવો કરાયો હતો. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. ગોપાલ ઇટાલિયાની અટકાયત બાદ જામીન આપી મુક્ત કરાયા છે.

શું છે સમગ્ર મામલો?

ભાવનગરની ઉમરાળા પોલીસે આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની કરી અટકાયત હતી. બે મહિના અગાઉ દ્વારકામાં ભાષણમાં કૃષ્ણ ભગવાન વિશે વાત કરતા રંઘોળાના આહીર સમાજના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે તેમની અટકાયત કરી હતી. ગોપાલ ઇટાલિયાની અટકાયત બાદ જામીન આપી મુક્ત કરાયા છે. મહત્વનું છે કે, ઇટાલિયાએ ખુદ ટ્વીટ કરીને પોતાની અટકાયતની વાત કરી હતી.



આ પણ વાંચો: અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી, કોંગ્રેસનું વોક આઉટ

ટ્વીટ કરતાં શું લખ્યું?

ગોપાલ ઈટાલિયાએ ટ્વીવ કરતાં લખ્યું કે, ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી હશે.

ગોપાલ ઇટાલિયાની કતારગામ બેઠક પરથી હાર થઇ હતી

નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કતારગામ બેઠક પરથી હાર થઇ હતી. તેમની સામે ભાજપના વિનોદભાઇનો વિજય થયો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના સુપડા રીતસર સાફ થઈ ગયા હતા. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો હતો. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો હતો. જ્યારે વરાછામાંથી અલ્પેશ કથીરિયાનો પરાજય થયો હતો. તેમની સામે કુમાર કણાનીનો વિજય થયો હતો.
First published:

Tags: Bhavnagar news, Gopal Italia, Gujarat News