Home /News /bhavnagar /ભાવનગર: ચીનથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ

ભાવનગર: ચીનથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ

ભાવનગર ખાતે ચીનથી આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Bhavnagar Corona news: ભાવનગર ખાતે ચીનથી આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાવનગર મનપા હરકતમાં આવ્યું હતું, રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો

ભાવનગર: ચીનમાં કોરોના વિસ્ફોટને લીધે અત્યંત ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે, જેના પગલે ભારતના તમામ રાજ્યોમાં પણ સમીક્ષા અને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં ચીનથી આવેલો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ ચીન બાદ અનેક દેશોમાં કોરોનાને લીધે સ્થિતિ વળસી રહી છે, ગુજરાતમાં પણ આગમચેતીના પગલાંરૂપે તૈયારીઓના આદેશ અપાયા છે, ત્યારે ગુજરાતમાં ચીનથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવતાં વિવિધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભાવનગરમાં ચીનથી આવેલો વ્યક્તિ પોઝિટિવ

ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષીય વેપારીનો કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. આ વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાવનગર મનપા હરકતમાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે. હાલ આ રિપોર્ટ ગાંધીનગર મોકલી આપતાં તેના વિશે તપાસ કરાઇ રહી છે, ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જ કોઇ ખુલાસો થશે. આ સાથે જ શહેરમાં આજથી રોજના 500 ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. રોજ 14 આરોગ્ય સેન્ટર પર રિપોર્ટ કરવામાં આવશે.


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પરિવારના રિપોર્ટ નેગેટિવ

રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતી પોઝિટિવ

કોરોનાના નવા વેરીએન્ટને લઈને સમગ્ર વિશ્વ જ્યારે ચિંતિત છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં વિદેશી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાથી રાજકોટ પહોંચનાર વિદેશી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોરોના વોર્ડ સજજ

ગુજરાત સરકાર દ્વારા પણ તૈયારીઓને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકારના આદેશને લઇને અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોની હોસ્પિટલોમાં કોરોના વોર્ડ સજ્જ કરાયા છે. સાથે જ કોરોના વોર્ડમાં બેડ પણ તૈયાર કરાયા છે. કોરોનાથી ડરવાની નહીં, સતર્ક રહેવાની જરૂર છે. ગઇકાલે સરકાર દ્વારા તૈયારીના આદેશ આપ્યા બાદ આજે અમદાવાદની સોલો સિવિલ હોસ્પિટલમાં હલચલ જોવા મળી રહી છે. અહીં કોરોના વોર્ડ સજ્જ કરાયો છે. આગમચેતીના ભાગરૂપે આ તૈયારીઓ કરાઇ રહી છે. અહીં કોરોના વોર્ડમાં 56 જેટલા બેડ તૈયાર કરાયા છે. વેન્ટિલેટર મોનિટરીંગ સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. સાથે જ તમામ સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Bhavnagar news, Corona News, Gujarat News