Home /News /bhavnagar /... એ ગયા!! ભાવનગરમાં બાઇક લઇને જઇ રહેલું દંપતી ખુલ્લી ગટરમાં પટકાયું

... એ ગયા!! ભાવનગરમાં બાઇક લઇને જઇ રહેલું દંપતી ખુલ્લી ગટરમાં પટકાયું

રસ્તા પર ડ્રેનેજના હોલમાં બાઈક ખાબકતા દંપતિ અને પુત્રીને ઈજાઓ પહોંચી

Bhavnagar Accident: ભાવનગરમાં બાઇક લઇને જઇ રહેલું દંપતી ખુલ્લી ગટરમાં પટકાયું. ડ્રેનેજ હોલમાં બાઈક ખાબકતાં દંપતિ અને પુત્રીને ઈજા

ભાવનગર: રાજકોટ જેવી એક ઘટના ભાવનગરમાં પણ સામે આવી છે. ભાવનગરમાં મેયરના વોર્ડમાં અકસ્માતની ઘટના બની છે. બે વર્ષથી અધૂરા રોડને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બે વર્ષથી અધુરા છોડી દેવામાં આવેલા રોડને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. આવામાં રસ્તા પર ડ્રેનેજના હોલમાં બાઈક ખાબકતા દંપતિ અને પુત્રીને ઈજાઓ પહોંચી છે.

બાઈક ખાબકતા દંપતિ અને પુત્રીને ઈજા

ભાવનગર શહેરમાં અધૂરા રોડના વિકાસમાં ફરી એક વખત એક પરિવાર ભોગ બન્યું છે. મેયરના વોર્ડમાં જ છેલ્લા બે વર્ષથી અધૂરા રોડના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ફુલસરથી સતનામ ચોકથી સુધીનો રોડ બે વર્ષથી અધૂરો છોડી દેવાયો છે. જેના કારણે વારંવાર અકસ્માત બને છે. રુવા ગામે રહેતો પરિવાર પોતાના ઘરે બાઇક લઈને જઈ રહ્યું હતું, એ દરમિયાન ડ્રેનેજના હોલમાં બાઈક ખાબકતા દંપતી અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ રોડ પર થોડા દિવસ પહેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, તેમ છતાં પણ રોડનું કામ પૂર્ણ થઈ રહ્યું નથી.

આ પણ વાંચો: લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, બાળકી સહિત 3નાં મોત

રાજકોટમાં ખુલ્લા ખાડામાં ખાબક્તા યુવકનું મોત

બીજી બાજુ, રાજકોટમાં પણ એક આવી જ ઘટના બની છે. રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. ખુલ્લા ખાડામાં ખાબકતા યુવકનું મોત નિપજ્યું છે. મનપાએ ખોદેલા ખાડામાં પડતા બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. ખાડામાં પટકાતા હર્ષ ઠક્કર નામના યુવાનનું મોત થયું છે. ખાડામાં યુવાન બાઈક સાથે ખાબક્યો હતો. મૃતક હર્ષ પરિવારનો એકનો એક દીકરો હતો. જ્યારે આ ઘટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક બની હતી.
First published:

Tags: Accident News, Bhavnagar news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો