Home /News /bhavnagar /ભાવનગર: માવઠાથી 50 હજાર ગુણ ડુંગળી પલળી ગઇ, આવક પર પ્રતિબંધ

ભાવનગર: માવઠાથી 50 હજાર ગુણ ડુંગળી પલળી ગઇ, આવક પર પ્રતિબંધ

માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

ભાવનગર: માર્કેટ યાર્ડમાં 50 હજાર ગુણ ડુંગળી પલળી ગઇ. ખેડૂતો અને વેપારી બંનેને ભારે નુકસાન. આજથી ડુંગળી લાવવા પર પ્રતિબંધ

ભાવનગર: શહેર સહિત પંથકમાં મોડી સાંજે ભારે વરસાદ પડતા માર્કેટ યાર્ડમાં વેચાણ થયેલી અને બેલેન્સ પડેલી અંદાજે 90 હજાર ડુંગળીની ગુણીમાંથી માર્કેટ યાર્ડમાં માવઠાને લીધે 50 હજાર ગુણ ડુંગળી પલળી ગઈ હતી. જેથી આવતીકાલ મંગળવારથી વરસાદી વાતાવરણને કારણે માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

માવઠાથી 50 હજાર ગુણ ડુંગળી પલળી ગઈ હતી


જિલ્લામાં કેરી, મગફળી સહિતના અન્ય પાકોને તો નુકસાની થઇ છે જ સાથે-સાથે વેચાણ માટે આવતી ડુંગળીઓને ભારે નુકસાની થઈ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટ યાર્ડ ભાવનગર દ્વારા વારંવાર વેપારીઓ અને ખેડૂતોને વરસાદી માહોલને કારણે ડુંગળી નહીં લાવવા અનુરોધ કરવામાં આવતો હોય છે. તેમ છતાં યાર્ડમાં ડુંગળીની હરાજી થતી રહે છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં અંદાજે 80 હજાર ગુણી ડુંગળીની આવક થઈ હતી. જે પૈકી 40 હજાર ગુણ જેટલી ડુંગળીનું વેચાણ થયું હતું. જ્યારે 50 હજાર જેટલી ગુણ ડુંગળી વેચાયા વગરની પડી રહી હતી. માવઠાથી 50 હજાર ગુણ ડુંગળી પલળી ગઈ હતી.

આ પણ વાંચો:  ગુજરાતમાંથી માવઠું ક્યારે જશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ક્યાં સુધી ડુંગળીની આવક પર પ્રતિબંધ રહેશે?


ભાવનગર શહેરમાં ગઈકાલે મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી વેચાણ થયેલી અને વેચાણ થયા વગરની તમામ ડુંગળીઓ પલળી ગઈ હતી. જેથી ખેડૂતો અને વેપારી બંનેને ભારે નુકસાન થયું હતું. માર્કેટ યાર્ડના આગામી 23મીને ગુરુવારના રોજ ચેટી ચાંદ નિમિત્તે શાકભાજી સિવાયની તમામ જણસીની હરાજીનું કામકાજ તો બંધ જ છે, પરંતુ વરસાદી વાતાવરણને કારણે આવતીકાલ મંગળવારથી જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી સૂચના ન મળે ત્યાં સુધી ડુંગળીની આવક પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
First published: