Home /News /bhavnagar /Bhavnagar: મા મોગલનું ભગુડા, એવું ગામ જ્યાં ઘર કે દુકાનમાં કોઇ તાળા મારતાં નથી!

Bhavnagar: મા મોગલનું ભગુડા, એવું ગામ જ્યાં ઘર કે દુકાનમાં કોઇ તાળા મારતાં નથી!

માં મોગલ ધામમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનઅર્થે આવે છે.

આ ભગુડા ગામમાં દિવસ હોય કે રાત હોય કોઈના ઘરમાં અથવા દુકાનમાં તાળા મારવામાં આવતા નથી. આ ભગુડા ગામમાં હજુ સુધી ચોરીનો બનાવ બન્યો નથી.

Dhruvik gondaliya, Bhavanagar : ભાવનગરથી 75 કિલોમીટર દૂર આવેલુ અને તળાજાથી 17 કિલોમીટર દૂર આવેલુ નાનકડું એવડું ખોબા જેવડું ગામ ભગુડા,  કે જ્યાં આજથી 450 વર્ષ પહેલા આહીરાણીની ગાડે આવેલા મા મોગલ વસવાટ કર્યો હતો. કહેવાય છે કે અહીં વર્ષો પહેલા ભગુ નામના ઋષિ જાપ કરતા હતા. આ ભગુ ઋષિના નામ પરથી ભગુડા ગામ નામ રાખવામાં આવ્યું.ત્યા રબાદ આહીરાણીના ગાડે આવેલા મોગલ માંનું ધામ બન્યું. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે. 


આવી છે મોગલ ધામની લોકવાયકા

ભગુડા મોગલ માં જે ઘરમાં કે પરિવારમાં પૂજાય છે પરિવારની એક લોકવાયકા સાંભળવા મળે છે. આમ તો લોકવાઇકાના સાક્ષી વડીલો પણ હજુ ભગુડા ગામમાં સહદેવે જીવે છે. કહેવાય છે કે ભગુડામાં બાળકના પારણાને હિંચકો નાખી આહીરાણી વાડીએ ભાત દેવા જાય છે અને આહીરાણી વાડીએથી પરત ઘરે ફરે છે ત્યાં સુધી પારણાનો હિચકો જુલતો રહે છેઘણી વખત તો ગામના જીવિત વડીલો પારણામાં બાળકની સાથે નાગણી સ્વરૂપે પણ રમતા મા મોગલ ને જોયા છે એવી વાતો સાંભળવા મળે છે.


ભગુડા ગામમાં વૈશાખ મહિનાની તેરસના દિવસે માતાજીનો તરવેડો થાય છે. અને આહો મહિનાની તેરસના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. બંને દિવસે યજ્ઞ અને ભવ્ય સ્ટેજ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે. પ્રોગ્રામમાં ગુજરાતના તમામ નાના-મોટા કલાકારો પોતાની સેવા આપે છે. ભગુડા ગામમાં દિવસ હોય કે રાત હોય કોઈના ઘરમાં અથવા દુકાનુ તાળા (લોક )મારવામાં આવતા નથી. ભગુડા ગામમાં હજુ સુધીમાં ચોરીનો બનાવ બન્યો નથી.



ભગુડા ગામ એક મહાતીર્થ પણ છે અહીં પૌરાણિક સ્થળો પણ આવેલા છે. જેમાં નળ અને દમયંતીની સ્થાપના વાળું નળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સાથે સાથે અહીં ઝાંખી હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં લોકમાન્યતા છે કે જો ગામના વ્યક્તિને વીંછી કરડે તો ઝાંખી હનુમાનજી દાદાનું નામ લેવાથી વીંછીનું ઝેર ચડતું નથીસાથે સાથે ગામમાં આવેલુ ભાટીયું તળાવ કે જેની લોકમાન્યતા છે કે જો કોઈ વ્યક્તિને ઝેરી મેલરીયા થાય તો તળાવના પાણીનો એક લોટો પીવે તો મેલેરીયા જડ મૂળમાંથી નાબૂદ થાય છે.



ભગુડા ગામમાં ફક્ત આહીર સમાજના વ્યક્તિઓ વસે છે. ભગુડા ગામમાં 1400 વ્યક્તિઓની વસ્તી ધરાવતું ગામ છેભગુડા ગામના ભટ્ટ પરિવારમાંથી એક બ્રહ્મચારી સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય ઉદય નારાયણ બાપુનો આનંદ આશ્રમ પણ આવેલો છે. કહેવાય છે કે સંતે ખૂબ કૃપા કરી એવા સાક્ષાત કાળભૈરવની જાગૃત સ્થાપના કરીને ભગુડાની ભૂમિને ઉજળી બનાવી હતી.



અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છેઅહીં લોક માન્યતા છે કે જે પરિવારમાં પારણું બંધાતું હોય તેવા દંપતીને મોટી ઉંમરે પણ મોગલ મા બાળકો આપ્યા છેઅહીં માતાજીને પ્રસાદી સ્વરૂપે ભેળીયો લાપસી શ્રીફળ ઘીના દીવા અને સોના ચાંદીના સત્તર ચડાવવામાં આવે છેમોગલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લોક પ્રસિદ્ધ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર છે.

First published: