Home /News /bhavnagar /Bhavnagar: બજરંગદાસ બાપાને મળ્યું છે રાષ્ટ્રીય સંતનું બીરુદ, જાણો બગદાણાનો ઇતિહાસ

Bhavnagar: બજરંગદાસ બાપાને મળ્યું છે રાષ્ટ્રીય સંતનું બીરુદ, જાણો બગદાણાનો ઇતિહાસ

બગદાણા ધામમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

ગુજરાતમાં નાના-મોટા અનેક મંદિરો આવેલા છે, આ મંદિરોમાં કેટલાક ઐતિહાસિક અને દેશની ધરોહર છે. આવું જ એક ઐતિહાસિક મંદિર બગદાણામાં આવેલું છે. અહીં સંત બાપા સિતારામના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે.

Dhruvik Gondaliya,Bhavngar :  ગુજરાતમાં નાના-મોટા અનેક મંદિરો આવેલા છે, આ મંદિરોમાં કેટલાક ઐતિહાસિક અને દેશની ધરોહર છે. આવું જ એક ઐતિહાસિક મંદિર બગદાણામાં આવેલું છે. અહીં સંત બાપા સિતારામના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. એટલું જ નહીં દેશના એકમાત્ર એવા સંત છે જેઓને રાષ્ટ્રીય સંતનું બિરુદ પણ મળેલું છે. ત્યારે બગદાણાનો ઇતિહાસ અને સંત સીરોમણીનો કેવો છે ઇતિહાસ અંગે આવો વિગતે ચર્ચા કરીએ.


કેવો છે સંત સીરોમણીનો ઇતિહાસ

..1906 નું વર્ષ હતું. ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું. શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર હતું. આજુ બાજુ ની બહેનો એમને લઇને મન્દીરની ઝુંપડીમાંલઈગયાં અનેમંદીરમાં હનુમાનજીની આરતીનાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભદી એક બાળકનો જનમ થયો.



રામાનન્દી સાધુ હોવાના કારણે નામ રાખ્યું,“ભક્તીરામ”.નાનપણથી ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં. એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ.


અને આવી રીતે નામ પડ્યું બજરંગદાસ બાપા

ભક્તીરામને ભક્તીની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ 2 ધોરણ સુધી ભણ્યા હતાં. 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાંપરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં. ગુરુ  સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું રે. ત્યારથી સીતારામજી એમને નવું નામ આપ્યુંબજરંગીઅને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.



ભક્તીરામ આખા જગતમાંબાપા બજરંગદાસઅનેબાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યાં. એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંબઈ આવી પહોચ્યાં. ત્યાં લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ ક૨તા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા વખતે જ્યાં ઉભા તાં ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં. અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.




બાપાએ બગદાણા ધામ કેમ પસંદ કર્યું ?

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વર્ષ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વર્ષ રહ્યાં. બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપા તો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી 41 વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મુળતત્વો જોવા મળ્યાં: બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવબગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં રહ્યાં.



બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યોભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો..!!

First published:

Tags: ભાવનગર