ભાવનગરનાં આશુતોષભાઇ વ્યાસનો લવ બર્ડ પ્રત્યે અનોખો જ પ્રેમ છે. તેમની પાસે 250 થી વધુ લવ બર્ડ છે. પ્રથમ પાંચ જોડ લાવ્યાં હતાં તેમજ લવ બર્ડનાં જેનેટિક ડેટાની નોંધ કરવામાં આવે છે. જેથી કરી તેના ગૌત્રની માહિતી રહે.
Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા આશુતોષભાઈ વ્યાસ વ્યવસાયે કેબલ કનેક્શન ચલાવે છે. આશુતોષભાઈએ જણાવ્યું હતું કે, તેમને પક્ષીઓ પ્રત્યે પ્રેમ 2010માં જાગ્યો હતો. તેઓ પ્રથમ 5 જોડીમાં લવ બર્ડ લાવ્યા હતા. આજે તેમની પાસે 250 થી 300 લવ બર્ડ છે.
લવ બર્ડનું આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે
મનુષ્યોની જેમ વૈવાહિક જીવન અને પોતાના જીવનસાથીને જિંદગીના અંતિમ ક્ષણ સુધી અવિરતપણે પ્રેમ વરસાવતા રહેવું.
આ પ્રેમ લવ બર્ડ જેવા પક્ષીમાં છે. લવ બર્ડનું આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે. પોતાના પાર્ટનરને ક્યારેય બદલતા નથી. એક જ પાર્ટનર સાથે જીવન વિતાવે છે. પલ પલ પાર્ટનરને સ્પર્શીને રહે છે.
લવ બર્ડના જેનેટિક ડેટાની નોંધ કરવામાં આવે
લવ બર્ડના નવા બચ્ચાઓ જન્મે પછી 15 દિવસે એક રિંગ પગમાં પહેરાવી નમ્બર આપે છે.
4 મહિના બાદ બેંગ્લોર લેબોરેટરીમાં તેના પીંછાના આધારે નર કે માદા જાણવામાં આવે છે અને બાદમાં 1 વર્ષનું થયા બાદ તેને પોતાના ગૌત્ર બહાર પાર્ટનર શોધી આપવામાં આવે છે.
જેથી કરીને કોઈ લવ બર્ડ એક ગોત્રમાં જાય તો જિનેટિક એરર ઉભી થાય નહીં તેની કાળજી લઈએ છીએ.