Dhruvik gondaliya,Bhavngar : માણસનું હ્યદય ભલે સાઇઝમાં નાનું હોય પરંતુ તેમા રહેલી લાગણી દરિયાથી જરાય નાની નથી, માણસના દિલની સાઇઝ ત્યારેજ માપી શકાય જ્યારે તે પોતાના કે પરિવાર માટે નહીં પરંતુ સમાજમાં જરૂરિયાતમંદ લોકો માટે શું અને કેટલું કરે છે. આપણા ગુજરાતીઓ ભલે વેપાર-ધંધા માટે વિશ્વમાં જાણીતા હોય પરંતુ ગુજરાતીઓમાં સેવાભાવ પણ સૌથી વધુ જોવા મળે છે. ગુજરાતીઓ દ્વારા સમાજની વાત આવે ત્યારે બે હાથ ખોલીને દાનની સરવાણી કરવામાં આવતી હોય છે. તો કરોડો રૂપિયાનો બિઝનેસ છોડીને ગામડાઓમાં લોકોની સેવા કરવામાં જરાય નાનપ અનુભવતા નથી. આવા જ એક વ્યક્તિ ભાવનગરના મહુવામાં રહે છે, જેને આજે લોકો નામથી ઓળખવા લાગ્યા છે. અમે વાત કરી રહ્યાં છે અશોકભાઇ જોળિયાની.
મહુવા તાલુકાના નેપ ગામના વતની 17 વર્ષથી માનવ સેવા કરતા અશોકભાઈ જોળીયા હાલની ઉંમર 43 વર્ષ છે. તેઓને સંતાનમાં બે બાળકો છે. પ્રાથમિક શિક્ષણ ધોરણ સાત પાસ કરી માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી થોડો સમય પૂરતી તેઓએ મજૂરી કામ કર્યું ત્યારબાદ તેઓ પાલીતાણા ખાતે એમ્રોડપીના મશીનમાં બે વર્ષ સુધી તાલીમ લીધી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવ્યા અને એમ્રોડરીનો ઉદ્યોગ શરૂ કર્યો. અહીં બિઝનેસ પાટા પર ચડતાં જ તેઓએ સેવાકીય પ્રવૃતિઓ પણ શરૂ કરી દીધી. ધીમે ધીમે એક પછી એક સામાજિક સંગઠનો સાથે જોડાવા લાગ્યા.
કોરોના વૈશ્વિક મહામારીમાં તેઓ દ્વારા ઘરે ઘરે જઈ સેનેટાઈઝેશન કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે 5000 જેટલા માસ્ક વિતરણ કરાયા હતા. કોરોના કીટનું પણ વિતરણ કરવા આવ્યું ત્યારબાદ ટોકતે વાવાઝોડામાં જરૂરિયાત મંદ લોકોને તેઓના મિત્ર ગ્રુપ દ્વારા 800 મણ જેટલા ઘઉંના લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. હંમેશા સેવાકીય કાર્યો માટે આગળ રહેતા વિવિધ સંસ્થાઓ દ્વારા અશોકભાઇનું સન્માન પણ કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર